નર્મદા જિલ્લાની કુલ- ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૩ થી ૬ વર્ષના બાળકોને પોષણયુક્ત આહારની સાથે લાભાર્થીઓને કુલ-૧૪૭૨ સરગવા-ફળોના રોપાઓનું કરાયું વિનામુલ્યે વિતરણ.

રાજપીપલા, તા. 15
હાલ કોરોના વાયરસના સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે પોષણ અભિયાનના ભાગરૂપે રાજ્યનું કોઇપણ બાળક કુપોષિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તો અને બપોરના ભોજનમાં પોષણયુક્ત ખોરાક મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આઇસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગામ ઓફિસર હેમાંગીબેન ચૌધરીના પ્રયાસોથી જિલ્લાની કુલ ૯૫૨ આંગણવાડી કેન્દ્રોમાંથી કુપોષિત બાળકોના વાલીઓ, સગર્ભા માતાઓ તેમજ કિશોરીઓને કુલ ૧૪૭૨ સરગવાના રોપાની સાથે ફળોના રોપાનું પણ તાજેતરમાં વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.