પાંચ દિવસથી સતત ભારે વરસાદથી રસ્તાઓ, નાળાઓનું ભારે ધોવાણ

નર્મદાના પાંચેય તાલુકાઓમા એક જ રાતમાં એક થી દોઢ ઇંચ સર્વત્રિક વરસાદ
તિલકવાડા, નાંદોદ અને ગરુડેશ્વર ત્રણ તાલુકાઓમાં દોઢ ઇંચ વરસાદ

જયારે દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકામા એક એક ઇંચ વરસાદ

નિવાલ્દા ગામે વીજળી પડતા
વૃક્ષના બે ફાડચા થઈ ગયાં

પાંચ દિવસથી સતત ભારે વરસાદથી રસ્તાઓ, નાળાઓનું ભારે ધોવાણ

દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણનદીમા ભારે પાણીની આવક

કરજણ ડેમ 76.25% ભરાઈ ગયો.

રાજપીપલા, તા13

નર્મદાજિલ્લામા છેલ્લા પાંચ દિવસથી સતત સારો વરસાદ થઈ રહ્યો છે જેમાં ગત રાત્રીએ આખી રાત ભારે વરસાદ પાંચેય તાલુકાઓમાં પડતા એકજ રાતમાંએક થી દોઢ ઇંચ સર્વત્રિક વરસાદથયો હતો. જેમાં તિલકવાડા, નાંદોદ અને ગરુડેશ્વર ત્રણ તાલુકાઓમાં દોઢ ઇંચ વરસાદથયો હતો જયારે જયારે દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકામા એક એક ઇંચ વરસાદથયો છે

દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણનદીમા ભારે પાણીની આવકવધી જતા
કરજણ ડેમ 58%થી વધીને 76.25%ભરાઈ ગયોછે. કરજણ ડેમની સપાટી હાલ વધીને 110.62મીટરે પહોચી છે હાલ કરજણ ડેમમાં 5060ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ડેમમા સિંચાઈ માટે અને પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોય ડેમમાથી પાણી છોડવામાં આવતું નથી. બન્ને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ રાખ્યા હોવાથી હાલ વીજ ઉત્પાદન પણ બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ, ઓગસ્ટ બે મહિના નર્મદામા વરસાદ ખેંચાયા પછી સપ્ટેમ્બર માશ્રાવણ પણ કોરો ગયા પછી ભાદરવામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા પાંચ દિવસથી નર્મદામા સારો વરસાદ થયાં બાદ છેલ્લે દેડિયાપાડામાંઅને સાગબારા તાલુકાઓમા વરસાદ નોંધાતા આભારે વરસાદ થતાં
બન્ને તાલુકાઓમાં
રસ્તાઓ,નાળાઓનું ભારે ધોવાણ થયું છે

બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદને કારણે
સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ ક્રમશ વધારો થઈ રહ્યો છે વધારો નોંધાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમની છેલ્લા બે મહિનાથી જળ
સપાટી ૧૧૫ થી ૧૧૬ મીટરની વચ્ચે જ રહેતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી
નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા ડેમ પર પાણીની આવકમાં
વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 120.23મીટર થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક
17984ક્યુસેક છે.નર્મદા ડેમની જળ સપાટી વધવાને કારણે સરદારસરોવરમાં પાણીનું ગ્રોસ સ્ટોરેજ 4959 મિલિયન કયુબિક મીટર થયું છે.
નર્મદાના આ બન્ને તાલુકાઓમા મુશળધાર વરસાદથી કરજણ
નદી, તરાવ નદી, દેવ નદી, ધામણખાડી, કંજાઈ ગામની નદી અનેખાડીઓમાં વરસાદના પાણીનાઘોડાપુર આવ્યા છે
મોટીપરોડી, ખોચર પાડા નદી અનેખાડી કોતરોમાં ઝરણાંઓમાચેકડેમોમાં વરસાદના પાણીવહેતાં થયા હતા

આ વિસ્તાર નાખેડૂતોનાં ખેતરોમાં વરસાદ અમૃત તુલ્ય
વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈગયા હતા.જેમાં કપાસ, મકાઈતુવેર, ડાંગર, કયારાઓની ડાંગર,
સોયાબીન, કેળ, શેરડી અને
શાકભાજીના પાકને ક્ષયદો થયોછે. લાંબા વિરામ બાદ વરસાદવરસતા ખેડૂતોમાં ખુશી જોવામળી રહી છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમની સપાટી120.23 મીટર, કરજણ ડેમની સપાટી-110.62મીટરછે.નાના કાકડીઆંબા ડેમની સપાટી184.25 મીટર અને ચોપડવાવ ડેમની સપાટી મીટરની સપાટી 184.20મીટર રહેવા પામી છે,

જોકે બીજી તરફ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના
નિવાલ્દા ગામે વીજળી વૃક્ષ પર પડતાઆખે આખા વૃક્ષના બે ફાડચા થઈ ગયાહતા, જો કે કોઈ મોટી જાનહાનિ થઈ ન
હતી.નર્મદા જિલ્લામાં છેલ્લા બે ચાર દિવસથી સારો એવો વરસાદ થઈ રહ્યો છે, તો ઘણી ખરી જગ્યાએ વીજળી
પડવાના બનાવો પણ બની રહ્યા છે.
જેમાં પ્રાથમિક જાણકારી મુજબ સેંટઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલ્દા સામે રહેતા
અશોકભાઈ વસાવાની ઘરની આગળઆવેલા વૃક્ષ પર રાત્રી દરમિયાનજોરદાર કડાકા સાથે વીજળીપડી હતી જોકે
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.પણ વીજળી પડતા આજુ બાજુમાં આવેલા
રેહણાંક ઘરોમાં લાઈટ પંખા સહીતવિદ્યુતથી ચાલતી ઈલેકટ્રોનિક વસ્તુ
તમામને નુકસાન થયુ હતું.અને
નિવાલ્દા ગામે વીજળી વૃક્ષ પર પડતા આખે આખા વૃક્ષના બે ફાડચા થઈ ગયાહતા

ભારે વરસાદને કારણેડેડીયાપાડા તાલુકામાં અંદાજિત ૧૫ કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયોછે.
ડુમખલથી ખાલ જવાના રસ્તો બિસમાર થતાં સ્થાનિકોને
હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.દેવ નદી ઉપરના બે મોટા નાળા વરસાદથી ધોવાયાંછે
આ રસ્તા ઉપર વરસાદના પાણીફરી વળ્યાં છે.
રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. રસ્તા ઉપરમોટા મોટા ખાડા પડી ગયા છે.ઠેર ઠેર
પથ્થરો નીકળી ગયાં છે. રસ્તાનુંનામોનિશાન જોવા મળતું નથી. ઠેર ઠેર

આ રસ્તા ઉપર વરસાદના પાણીભરાઈ ગયા છે. અને વરસાદના પાણી
રસ્તા ઉપર થઈ વહી રહ્યાં છે. રસ્તાઉપર કાદવ કીચડ થઈ જતાં કણજી,
વાંદરી, માથાસર, ડુડાખાલ, સુરપાણ,ખાલ ગામના લોકોને હાલાકી વેઠવાનો
વારો આવ્યો છે. કણજી ગામ
પાસે દેવ નદી ઉપર નાળું સંપૂર્ણધોવાઈ ગયું છે. મહારાષ્ટ્રના લોકોને
પણ હાડમારી વેઠવાનો વારો આવ્યોછે.

જયારે ગરૂડેશ્વર તાલુકાના છેવાડાના 3 ગામોજંતર, ગડી,લીમખેતરનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે
આ ગામ મા જતી વખતે 3 નદી આવે છે જેમાં પાણી ફરી વળતા ત્રણ ગામોનો સંપર્ક તૂટી જતા આ ગામોસંપર્ક વિહોણાબની ગયા છે
ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગડી,જંતર,લીમખેતર ના લોકોને ખૂબ જ પરેશાનીભોગવવાનો વારો આવ્યો છે. વર્ષોથી આ ગામો મા ચોમાસા માં કોઈ વાહન પણ આવી શકતું નથી ખાસ તો હોસ્પિટલ ના પ્રશ્નો માટે નથી બહાર જઈ શકાતું અને કોઈ આવી શકતું નથી

તસવીર જ્યોતિ જગતાપ, રાજપીપળા