અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રેસ્ટોરન્ટ બજાર-આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 બાદ બંધ કરવા આદેશ

અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક દરરોજ 200 નજીક પહોંચી રહ્યો છે. તેમ છતાં બજારોમાં ભીડ નજર આવી રહી છે. ત્યારે સતત વધતા કેસથી તંત્ર એલર્ટ થયું છે અને કડક કાર્યવાહી કરી છે. શહેરમાં ચાલતી હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં SOPનું પાલન કરવા આદેશ કરાયો છે. સાથે જ હોટલ-ખાણીપીણી બજાર તેમજ મોટા ભીડ વાળા માર્કેટ, આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરવા આદેશ કરાયો છે.