*કુશાનો, શકો, હૂણો કોણ હતા?* – દેવલ શાસ્ત્રી.

ભારતના ગૌરવવંતા ઇતિહાસ તરફ નજર નાખીએ ત્યારે ભારતમાં ઘણી પ્રજા અહીં આવી અને વસી ગઇના દાખલાઓથી આખો ઇતિહાસ ભરેલો છે. ઇતિહાસનો અભ્યાસ કરીએ એટલે વારંવાર શબ્દ આવે કે ભારતમાં કુશાનો, શકો, હૂણો વગેરેએ હુમલા કર્યા અને ભારતમાં વસી ગયા, ભારતીય ધર્મનો સ્વીકાર કર્યો. આ કોણ હતા, જ્યારે સેન્ટ્રલ લાઇબ્રેરી જવાનું થાય એટલે આવા સંશોધનો કરીને નોંધ કરતો.
ભારત તરફ ગ્રીક પ્રજાને ભારતનું આકર્ષણ, ઇસ પૂર્વે 120 પછી ગ્રીક સત્તા નો અંત આવતા કેટલાક રાજપરિવારો ભારત તરફ ભાગીને આવેલા. આ પરિવારના રાજાઓએ અફઘાનિસ્તાન અને પંજાબમાં રાજ્ય કર્યું. એમાં એક જાણીતો રાજા એટલે મિનેન્ડર. (નામ પણ મનિન્દર જેવું જ લાગે!) તેની રાજધાની સિયાલકોટ. તે મિલિન્દ નામ ધારણ કરીને બૌદ્ધધર્મી બન્યો. ગ્રીક અને ભારતીય સ્થાપત્ય કળાના સમન્વય કર્યો હતો. આ જ રીતે પાર્થિયન રાજા મિથ્રિડેટસ્ સિંધુ નદી કિનારા સુધી પહોંચી ભારતમાં ભળી ગયો.
શક અનેક માર્ગે ભારતમાં આવ્યા અને ત્રણ ભાગમાં તેમનું સામ્રાજ્ય થયું. ઉત્તર ભારતમાં બે ક્ષત્રપ સામ્રાજ્ય અને પશ્વિમી ક્ષત્રપ. ક્ષત્રપ એ ગ્રીક શબ્દ સેટ્રપ પરથી આવ્યો, સેટ્રપ એટલે સૂબા. પશ્ચિમી ક્ષત્રપોએ ત્રણસો વર્ષ રાજ્ય કર્યું. સંસ્કૃત ભાષાના ઉત્થાન અને વિકાસને ખૂબ પ્રોત્સાહન આપેલું.
વાત રહી કુશાણોની, યુચી નામની ભટકતી તુર્ક પ્રજાનો એક ભાગ એટલે કુશાણો. કડફીસીસ નામના બૌદ્ધ ધર્મી રાજાએ હિન્દુ કુશ પર સામ્રાજ્ય જમાવ્યું. તેના પુત્ર વેમાએ બનારસ સુધી રાજ્ય વધાર્યું, વેમા શિવપંથી હતો. એનો પુત્ર એટલે કનિષ્ક….પુરુષપુર એટલે કે પેશાવરને રાજધાની બનાવીને પૂર્ણ ભારતીય બની ગયો. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. પ્રખ્યાત આયુર્વેદ નિષ્ણાત ચરક કનિષ્કના વૈદકીય સલાહકાર હતાં. શક સંવત્સરી કનિષ્કે સ્થાપેલી…આ બધા વંશો ધીમે ધીમે ભારતમાં ઓગળી ગયાં… ભારતના દિલની વિશાળતા બહુ મોટી છે, શરત ખાલી એટલી જ છે કે પૂરેપૂરા ભારતના રંગે રંગાવું પડે….
હજી બહુ કન્ફ્યુઝ ન થતાં, ક્ષત્રપો સાથે મૈત્રકો પણ હતાં, સૌરાષ્ટ્રનું વલ્લભીપુર મૈત્રકોનું હતું, જેની સરહદ પંજાબથી માળવા સુધી હતી. કાદંબરીનો રચયિતા બાણભટ્ટ મૈત્રક શિવભક્ત રાજા હર્ષવર્ધનનો સલાહકાર હતો, જેણે નાલંદા યુનિવર્સિટીને માતબર દાન આપ્યું હતું…હવે આ મૈત્રકો કોણ હતા?

કુછ સમજે? કોરોના તો સમજાતો નથી, યે કોન સી આફત હૈ…

Deval Shastri🌹