જેમા નાંદોદ તાલુકા- 03,ગરુડેશ્વર તાલુકામા -01,તિલકવાડા તાલુકામા -01,ડેડીયાપાડા તાલુકામા -01, અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ આવ્યા.
આજે 27દર્દીઓ સાજા થતા તમામને રજા અપાઇ
નર્મદા જિલ્લામા કૂલ પોઝિટિવ કેસનો આંકડો
456 પર પહોચ્યો
આજે કુલ 336 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
રાજપીપલા, તા 07
આજે નર્મદા જિલ્લામા વધુ 12 કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા નાંદોદ તાલુકા- 03,ગરુડેશ્વર તાલુકામા -01,તિલકવાડા તાલુકામા -01,ડેડીયાપાડા તાલુકામા -01, અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ આવ્યા છે .જેમા નાંદોદ મા 3 કેસમા નવારાજુવાડિયા , કરાઠા, અને વાવડી ગામે પોઝિટિવ કેસ આવ્યો છે .જ્યારે
ગરુડેશ્વર તાલુકામા સૂકા ગામે તથા તિલકવાડા તાલુકામા કન્થરપૂરા ગામે એક એક કેસ તથા રાજપીપલા ખાતે આવેલ ત્રણ પોઝિટિવ કેસમાં દરબાર રોડ , આદિત્ય બંગલો , ટેકરાપોલીસ લાઇન મા પોઝિટિવ કેસ નોંધાતા રાજપીપલામા રોજ વધતા જતા કેસો ચિંતાનો વિષય બન્યોછે .
આજના 12 કેસ મા 09 આરટીપીસીઆર ટેસ્ટ નાઆવ્યા છે .અને 03એન્ટિજન ટેસ્ટ નાકેસ આવ્યા છે .
આજે કોવીદમાથી 27 દર્દીઓ પૈકીના કોવીદ માથી 07અને કોવીદ કેર માથી 07મળીકૂલ 27દર્દીઓ સાજા થતા તમામને આજે રજા અપાઈ હતી
જેમા વડોદરા ખાતે રીફર 06 દરદીઓને રિફર કરાયા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 23અને કોવીદ કેર 29 મળી કૂલ 52 દર્દીઓ સારવાર હેઠળછે
નર્મદા મા આજદિન સુધી મા કુલ 456પોઝિટિવ કેસ નોધાતા પોઝિટિવ કેસનો આંકડો 450ને પર કરી ગયો હતો .જ્યારે આજદિન સુધીમા કૂલ 398ને રજા આપી છે
આજે કુલ 336 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 56478વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 54 દરદીઓ, તાવના 24 દરદીઓ, ઝાડાના 21 દરદીઓ સહિત કુલ-99 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 913520 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 422702 લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા