નાની રાજસ્થળી ગામે થયેલ વણશોધાયેલ હત્યાનો ભેદ ગણતરીનાં કલાકોમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડતીભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા રૂરલ પોલીસ ટીમ

નાની રાજસ્થળી ગામે થયેલ વણશોધાયેલ હત્યાનો ભેદ ગણતરીનાં કલાકોમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા રૂરલ પોલીસ ટીમ

ગઇ તા.૦૬/૦૯/૨૦૨૧નાં રોજ રાહુલભાઇ અશોકભાઇ પાંગળ રહે.નાની રાજસ્થળી તા.પાલીતાણા જી.ભાવનગરવાળાએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તેનાં પિતા અશોકભાઇ ગઇ તા.૦૫/૦૯/૨૦૨૧નાં રોજ વાળુ કરીને તેઓનાં કાગડાધારે આવેલ વાડાવાળા તેનાં કાકાનાં મકાને કોઇ હાજર નહિ હોવાથી સુવા માટે ગયેલ.ત્યારે વહેલી સવારનાં આશરે સાડા છએક વાગ્યે તેનાં કાકા મુકેશભાઇએ ફોન કરી વાત કરેલ કે,તું અહિં કાગડાધારવાળા મકાને આવી જા તારા બાપુને કોઇએ માથામાં તિક્ષ્ણ હથિયાર મારીને મારી નાંખેલ છે. જે અંગે તેણે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવતાં ઇ.પી.કો.કલમઃ-૩૦૨ મુજબનો ગુન્હો નોંધી તપાસ આર.એ.સોલંકી પો.સબ ઇન્સ.,પાલીતાણા રૂરલ પો.સ્ટે.,પાલીતાણાનાંઓએ સંભાળી લીધેલ.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક શ્રી,ભાવનગર વિભાગ, ભાવનગર તથા શ્રી જયપાલસિંહ રાઠૌડ પોલીસ અધિક્ષક શ્રી ,ભાવનગરનાંઓએ આ વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે વી.વી.ઓડેદરા પોલીસ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગર તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ., એલ.સી.બી.,ભાવનગર તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો તથા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સખત સુચના આપેલ. આ અંગે આર.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક,પાલીતાણા વિભાગનાંઓએ પણ જરુરી માર્ગદર્શન પુરૂ પાડેલ.

આ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે ભાવનગર,એલ.સી.બી. ટીમ તથા પાલીતાણા રૂરલ પોલીસ ટીમે ગામમાં મરણ જનાર અશોકભાઇને કે તેનાં પરિવારને કોઇ સાથે અગાઉ કે નજીકનાં સમયમાં કોઇ માથાકુટ કે ઝઘડો થયેલ કે કેમ ? તે અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાન પોલીસ ટીમને અતિ મહત્વની ગુપ્ત માહિતી મળી આવેલ કે, આ મરણ જનાર અશોકભાઇનાં પત્નિને તેનાં કુટુંબી દિયર રાજુભાઇ રામજીભાઇ કણબી રહે.નાની રાજસ્થળી તા.પાલીતાણા જી.ભાવનગરવાળા સાથે છેલ્લાં ઘણાં સમયથી આડો સંબંધ હતો. જે માહિતી આધારે તેઓની ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી માહિતીની ખાતરી કરાવતાં માહિતી એકદમ સાચી હોવાનું જણાય આવેલ.જેથી રાજુભાઇ રામજીભાઇ કણબીની પુછપરછ કરતાં તેણે ઉપરોકત ગુન્હો કરેલ હોવાની કબુલાત કરેલ.તેણે જણાવેલ કે, તેને મરણ જનારનાં પત્નિ સાથે ઘણાં સમયથી આડો સંબંધ હતો.તેમાં અશોકભાઇ બાધારૂપ બનતાં હોય.જેથી તેણે અને મરણ જનાર પત્નિને મોકો મળતાં અશોકભાઇનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન બનાવેલ.જેમાં અશોકભાઇ તેનાં કાગડાધારે આવેલ મકાને એકલાં જ સુવા ગયેલ હોવાથી મરણ જનારનાં પત્નિએ આ મોકાનો લાભ લઇ તેને અશોકભાઇ કાગડાધારવાળા મકાને એકલાં સુવા ગયેલ હોવાની જાણ કરી કામ પતાવી દેવાનું કહેતાં રાજુભાઇએ રાતનાં અઢી વાગ્યાની આસપાસ કાગડાધારવાળા મકાને જઇ અશોકભાઇ લોખંડનાં જાડા રોડ વડે માથાનાં ભાગે જીવલેણ ઘા મારી મોત નિપજાવેલ.

આરોપી
૧. રાજુભાઇ રામજીભાઇ કણબી ઉ.વ.૩૫ ધંધો-ડ્રાયવીંગ
૨. મહિલા આરોપી રહે. બંને નાની રાજસ્થળી તા.પાલીતાણા જી.ભાવનગર

આમ,આડા સંબંધમાં બાધારૂપ બનતાં પતિનું કાસળ કાઢી નાંખવાનાં વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી મરણ જનારનાં પત્નિ તથા કુટુંબી ભાઇને પકડી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા રૂરલ ટીમને ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.

આ સફળ કામગીરીમાં વી.વી.ઓડેદરા પોલીસ ઇન્સ.,એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.,હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા તથા ટેકનીકલ સ્ટાફનાં હેમંતભાઇ ચાવડા તથા આર.એ.સોલંકી પો.સબ ઇન્સ. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન તથા સ્ટાફનાં વિરભદ્દસિંહ ચુડાસમા, જાહિદભાઇ શેખ, રાજેન્દ્દસિંહ પરમાર વિગેરે સ્ટાફનાં માણસો જોડાયેલ હતાં.