કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે યુવસેના દ્વારા પ્રાર્થના પૂજાનું આયોજન કરાયું.

અમદાવાદના વસ્ત્રાલ સ્થિત બાજરિયા બાપુના આશ્રમમાં યુવાસેના અમદાવાદ શહેર દ્વારા લોક લાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ કોરોના મહામારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે તો મહામૃત્યુંજય મંત્ર અને હનુમાન ચાલીસાના જાપ અને મન્ત્રોચ્ચાર કરીને મહાદેવ અને હનુમાન દાદા ને તેમનું સ્વાસ્થ્ય જલ્દી સારુ થઈ જાય અને જલદીથી સાજા થઈને દેશની સેવામાં ફરીથી જોડાઈ જાય તે માટે ભગવાન ને પ્રાર્થના કરી અને આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે ભાજપના કોર્પોરેટર અનિરૂધ્ધસિંહ ઝાલા, યુવાસેના ગુજરાત પ્રદેશ પ્રભારી સુનિલભાઈ પંચાલ , અમદાવાદ શહેર પ્રમુખ રવિ રામચંદાણી, અમદાવાદ તાલુકા ઉપપ્રમુખ ગણપતભાઈ બજાણિયા, વસ્ત્રાલ વોર્ડ પ્રમુખ પંકજભાઇ પંડ્યા, ખોખરા વોર્ડ પ્રમુખ વિશાલભાઇ, વટવા વોર્ડ પ્રમુખ સૌરિન ઠાકર, પિયુષ સિંહ કુસવાહા, દિનેશભાઈ પિત્રોડા ,સુનિલભાઈ ભટ્ટ, અને અન્ય પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, તેમજ આશ્રમ સ્થિત બ્રાહ્મણ જિગ્નેશભાઈ પુરાણી, ગિરનારી બાપુના સહયોગથી આ કાર્યમાં સહભાગી થયા હતા અને તેમના જલ્દી સ્વાસ્થ્યની મનોકામનાઓ કરી હતી.