સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓની ફરિયાદ.

નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓની ફરિયાદ.
કર્મચારીઓને પાણી પીવાના જવાદે,કુદરતી હાજતે ના જવાદેતી હોવાની ફરિયાદ.
રાજપીપળા,તા .24
નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓએ ફરિયાદ કરી છે.
રાજપીપળા નગરપાલિકા યુનિયનના પ્રદેશ ઉપપ્રમુખ કિરણ સોલંકી ભરૂચને ફરિયાદ મળતા સ્થાનિક સમાજના આગેવાન અને નગરપાલિકા વિરોધપક્ષના સભ્ય કમલ સોલંકી તથા તમામ રોજમદાર સફાઈ કામદારો ની ઉપસ્થિતી સાથે મુખ્ય અધિકારી ની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને કર્મચારીઓને થતુ શોષણ બંધ કરવા તથા તેમના હક્ક અને અધિકારો આપવા બન્ને આગેવાનોએ તેજાબી રજુઆત કરી હતી. સફાઈ કામદારોની રોજબરોજની સફાઈ કામગીરી મા વિસ્તારોનો વધારો કરી એકની જગ્યાએ ત્રણ સુપર વાઈઝર અને બે પટાવારા સહીત એક કામદારની પાછળ કામ કરે છે કે નહી તે દેખરેખ રાખવા, તેમને પાણી પીવા ના જવાદે, કુદરતી હાજતે ના જવાદે બરજબરી પૂર્વક જેટલો મોટો વિસ્તાર હોય એક કામદારે પૂરો સફાઈ કરવાનો છે . આવી કામગરી શું આ અમાનવી વર્તનના કેહવાય ? એમને હક્ક અધિકાર ના મુદ્દાઓ તો સંતોષતા નથી ત્યા શોષણ કરી માન્સીક ત્રાસ આપવામા આવે છે.આ મુદ્દાઓનુ તાકીદે નિરાક્રણ આવે તે માટે વર્ષો થી રોજમદાર તરીકે નિષ્ઠાથી સફાઈની કામગીરી કરતા આવેલા કર્મચારીઓ ને સરકારના નિયમ મુજબ સીધીભરતી નિયમ હેઠળ આવરી લય કાયમી કરવા,નગરપાલિકા અધિનિયમ હેઠળ રોજમદાર સફાઈ કામદારો ને અવશાન થાય ત્યારે કે રીટાયર્ડની ઉમર થાય ત્યારે ગ્રેજ્યુટી આપવી,ઈ.પી.એફ તથા, મેડિક્લેઈમ તથા સફાઈની કામગીરીમા નવા વિસ્તારોનો વધારો કર્યો તે જુના વિસ્તાર પ્રમાણે કામગીરી સોંપવી જેવા સહીતના પાયાના મુખ્ય મુદ્દાઓને લય રજુઆત કરવામા આવી હતી.આ મુદ્દાઓ બાબતે અગાઉ હડતાર પણ પાડી હતી. ત્યારે આજ દીન સુધી આ હક્ક અને તેમના અધિકારો ના મુદ્દાઓ સંતોષ્યા નથી.જોકે મુદ્દાઓનુ નિરાક્રણ લાવવા મુખ્ય અધિકારી એ ખાત્રી આપી હતી.અને જુના વિસ્તાર મુજબ તમામ કામદારોને કામ સોંપવામા આવશે એવી ખાતરી આપી હતી .

રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા