રાજપીપલાના 1, નાંદોદ તાલુકા ના કૂલ05,ગરુડેશ્વર તાલુકામા એક , ડેડીયાપાડા તાલુકામા 5,સાગબારા તાલુકામા1કેસ મળી કૂલ 18 તમામ કેસ પોઝિટિવ
આજે 08 દર્દીઓ સાજા થતા તમામ ને આજે રજા અપાઈ
આજદિન સુધી
કુલ 375 પોઝિટિવ કેસ નોધાવા પામ્યા છે.
રાજપીપલા ફરી એક વાર બન્યુ કોરોના હોટ સ્પોટ
વડોદરા અને અમદાવાદ મા સારવાર લેનાર ની વધતી જતી સંખ્યાવધી .
વડોદરા ખાતે 12અને અમદાવાદ ખાતે રિફર 2 દરદીઓ મ ળીકૂલ 14 દર્દીઓ રિફર કરાયા
રાજપીપલા, તા 30
આજે નર્મદા જિલ્લામાવધુ 16કેસ પોઝિટિવ આવ્યા છે
જેમા 15 કેસ રાજપીપલા અને 1કેસ વડિયાનો આવતા રાજપીપલા ફરી એક વાર હોટસ્પૉટ બન્યુહતુ . રાજપીપલા મા પુનઃ 15-કેસ આવતા રાજપીપલા વાસીઓમા ચિંતાનો વિષય બન્યો છે
આજના 16પોઝિટિવ કેસમા નાંદોદમા 1કેસ રોયલ સન સિટી વડિયાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે બાકીના તમામ 15કેસ રાજપીપલા મા કાછીયાવાડમા -4, નવા ફલીયા મા -3,ભાટવાડા મા -2,તથા હાઉસિંગ બોર્ડ , લીમડાચોક , રાજપૂત ફલીયુ , ટીંબા ખડકી , લાલ ટાવર , અને ચંદ્રવિલાસ સોસાયટી મા એક એક કેસ પોઝિટિવ આવ્યોછે જેમા હોટસ્પોટ વિસ્તાર કાછીયાવાડ મા 4કેસ આવતા ચિંતાનો વિષય બન્યો હતો .
આજના 16પોઝિટિવ કેસ મા 15આરટી પીસી આર અને એક કેસ ત્રુનેટ માથી પોઝિટિવ આવ્યો છે
આજે 08દર્દીઓ કોવીદ કેરમાથી સાજા થતા જતા તમામને આજે રજા અપાઈ હતી
વડોદરા અને અમદાવાદ મા સારવાર લેનાર ની વધતી જતી સંખ્યાવધી હતી .જેમા વડોદરા ખાતે રીફર 12 દરદીઓ અને અમદાવાદ ખાતે રિફર 2 દરદી મળી કૂલ 14દર્દીઓ ને રિફર કરાયા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલ મા 55અને કોવીદ કેર 40મા મળીની કૂલ દર્દીઓ95 સારવાર હેઠળછે નર્મદા મા આજદિન સુધી
કુલ 375પોઝિટિવ કેસ નોધાવા પામ્યા છે. આજદિન સુધીમા કૂલ 266ને રજા આપી છે
આજે આરટી પીસી આર ટેસ્ટમાં 309અને ટ્રુ નેટ ટ્રુ નેટ ટેસ્ટના 10,અને એન્ટિજેન ટેસ્ટ માટે 45સહિત કુલ 364 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટેઆજે વડોદરા મોકલ્યા હતા
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 58750વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 74 દરદીઓ, તાવના 37 દરદીઓ, ઝાડાના 31 દરદીઓ સહિત કુલ-142 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 904208 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 417891 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા