રાજપીપલા નગરપાલિકાના કર્મચારીઓનો ચાર માસથી પગાર ના થતા નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર તથા ચીફઓફિસર ને આવેદનપત્ર આપ્યુ.

રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ આજના કોરોનાવોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છે જેમનો ચાર મહિનાનો પગાર ન થતો હોવાથી તેમનો જીવન નિર્વાહ ખુબ કઠિન ગુજરી રહ્યો છે. તથા કોરોનાના કપરા કાળમાં કેટલાક કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. જે આપખુદ શાહી છે જે બાબતમા.આજે નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર તથા ચીફઓફિસર ને આવેદનપત્ર આપી ન્યાય ની માંગ કરીહતી . અને જો આ માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવામાંઆવશે . જેમાં નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજય વસાવા એન.એસ.યુ.આઈ પ્રમુખ નિકુંજ વસાવા તથા જીજ્ઞેશ વસાવા,ગૌતમ વસાવા,મેહુલ પરમાર હાજર ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા