*એફડીએનો આસિસ્ટન્ટ કમિશનર લાંચ લેતાં ઝડપાયો*

ઔરંગાબાદ: રાજ્યના બીડ શહેરમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન એફડીએના આસિસ્ટન્ટ કમિશનરની ૩૫ હજાર રૂપિયાની કથિત લાંચ લેવા બદલ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી. એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવી પોતાની ઑફિસમાં ૩૫ હજારની લાંચ લેતી વખતે કૃષ્ણ નામદેવ દાભાડે (૫૨)ને પકડી પાડ્યો હતો. ફ્લોર મિલનું લાઈસન્સ રિન્યૂ કરાવી આપવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની માગણી કરી હતી. આ પ્રકરણે બીડના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો