13મી જુલાઈના રોજ ઝી ટીવીના કન્ટેન્ટની પાછી ફરવાની #13 કી તૈયારીએ અભૂતપૂર્વ સામાજિક ગપસપ શરૂ કરી છે.

– ભારતની ટોચની ઉપભોક્તા બ્રાન્ડની સાથે મળીને એક વિશાળ નવીન આઉટડોર ટીઝર અભિયાનમાં અભૂતપૂર્વ સામાજિક ગપસપ જોવા મળી છે, જેમાં ઉદ્યોગના મોટા મોથા, એક અગ્રણી ક્રિકેટર, એક ટોચના આર જે અને અગ્રણી કલાકાર અનુમાન કરવાની રમત રમી રહ્યા છે કે, શા માટે તેમને બધાને “13મી જુલાઈના રોજ સ્ટોક અપ” કરવાની જરૂરિયાત છે

– ટ્વિટરેટી રવિવારે સવારે જ્યારે ઉઠ્યા ત્યારે ઝી ટીવીએ 13મી જુલાઈના રોજ કમબેક કન્ટેન્ટની સાથે જોડાયેલું એક ટીઝર રજૂ કર્યું હતું, જ્યાં ઝી ટીવીના કલાકારોએ નવા એપિસોડની સાથે દર્શકોને જોડતા એક અલગ કમબેક કેમ્પેઇન અને ફરીથી જોડાણના એક હિસ્સાની સાથે તેમના ઉત્સાહને રજૂ કર્યો હતો

મુંબઈ, 13મી જુલાઈ, 2020:લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો તેના સામાન્ય જીવનમાં પરત આવી રહ્યા છે, ત્યારે ભારતની અગ્રણી હિન્દી જીઈસી- ઝી ટીવીએ તાજેતરમાં જ તેના ડેઈલી પ્રાઈમટાઈમ નાટકોનું શૂટિંગ સરકારના નિયમો અનુસાર શરૂ કર્યું છે અને તેઓ 13મી જુલાઈથી તેમના વિશ્વાસનિય દર્શકોના જીવનમાં નયે કિસ્સે, નયે એપિસોડની સાથે પાછા આવવા માટે તૈયાર છે.
આ તારીખ દરેક ટીવી બફના કેલેન્ડર માટે એક નોંધનીય તારીખ છે, કારણકે, ઝી ટીવીએ તેના દરેક અટકાવી રાખેલી બાબતોને ચાલુ કરવાનું નક્કી કર્યું હતું, તેનાથી આગળ વધી અને આ તારીખની આસપાસ એક જુવાળ ઉભો કર્યો હતો, તેના માટે ઝી ટીવીએ અગ્રણી બ્રાન્ડ- નેસ્લે મેગી, અમુલ લસ્સી, પેપ્સીકો, રેડ લેબલ, કેડબરી ડેરી મિલ્ક, આઇટીસી ડાર્ક ફેન્ટસીની સાથે એક અલગ જ પ્રકારનું જોડાણ કર્યું છે. વ્યૂહરચનાની સાથે દરેક બ્રાન્ડના બિલબોર્ડ ઉપર દરેક ઉપરોક્ત બ્રાન્ડ દ્વારા આશ્ચર્યજનક રીતે સંયુક્ત સંદેશા દ્વારા મોટાભાગના આઉટડોર ટીઝર અભિયાનને બહાર લાવ્યા હતા, જેમાં ઉદ્યોગના મોટા માથા જેવા કે, રાજ નાયક, રોશન અબ્બાસ, ક્રિકેટર સુરેશ રૈના, આરજે અનુરાગ પાંડેએ સોશિયલ મીડિયા ચેનલ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, #13thKiTayyari(13કી તૈયારી) શું છે.ટ્વિટર પર આ અગ્રણી બ્રાન્ડ વચ્ચેની મસ્તીએ લોકોને વધુ જિજ્ઞાસુ કરી દીધા હતા કે, “13મી ના સ્ટોકિંગ અપ” શું છે. ઘણી બ્રાન્ડ અને કંપનીઓ તેમાં કુદી અને આ દિવસ માટેના ઉત્સાહમાં વધારો કર્યો.
રવિવારની સવારે, 13મી જુલાઈના એક દિવસ પહેલા ઝીના સોશિયલ મીડિયા મશિનરીએ ઝી ટીવીના કન્ટેન્ટ 13મીથી પાછા ફરી રહ્યા છે, તે સંબંધિતનું ટીઝર જોડાણ રજૂ કર્યું અને તેમના પાર્ટનર બ્રાન્ડે પણ સોશિયલ મીડિયાની આસપાસ તેનો ફેલાવો કર્યો. ટ્વિટરાટીમાં એ બઝ રહી અને આ કમબેક નવીનતાએ આ અંગેનો એક માસ્ટરસ્ટ્રોક રિવ્યુ બની રહ્યો.
#13મી કી તૈયારી ઝી ટીવી કે સાથ સમગ્ર દિવસ દરમિયાન ટ્વિટર પર ટ્રેન્ડમાં રહ્યું હતું. આ ટીઝર કેમ્પેઇનની સાથે ઝી ટીવીએ ફરીથી પૂરવાર કરી દીધું કે, દર્શકો, ભાગીદારો અને નવા એપિસોડના વાયદા આવનારી ઉજવણીની અસારાધરણ ભાગીદારીમાં ભારતની કેટલીક સૌથી પ્રિય બ્રાન્ડને એક સાથે લાવવાની શક્તિ સાથે ટીવી હંમેશા સામ્યતા ધરાવે છે, જેમાં #BanegiBaatSaathSaath (બનેગી બાત સાથ સાથ)ની જેમ એક્તાની ભાવના તથા પાછા જોડાવાનો આનંદ પણ છે.
જેવું આ ટીઝીર રજૂ થયું, ઝી ટીવીના કલાકારોએ રજૂ કર્યું કે, આ અલગ જ પ્રકારના કમબેક કેમ્પેઇનનો હિસ્સો બનતા તેઓ કેટલા ખુશ છે અને પોતાની જાતને વિશેષ માને છે. શ્રિતિ ઝા, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાનું પાત્ર કરી રહી છે, તે કહે છે, “અમારા નવા એપિસોડની પાછા લાવવા માટે ઝી ટીવી જે રીતે એક આકર્ષક ઉત્સાહ ઉભો કર્યો હતો, તે અત્યંત ખુશીની વાત છે. આ સમગ્ર ઉદ્યોગ #13મી કી તૈયારી ઝી ટીવી કે સાથ વિશે વાત કરતા હતા, હું આશા રાખું છું કે, અમારા દર્શકો કુમકુમ ભાગ્યને જોશે અને અમારા પ્રવાસમાં ફરીથી જોડાશે, જ્યાંથી અમે મહિના પહેલા શૂટિંગ અટકાવ્યું હતું. અમે ફરીથી શૂટિંગ કરવા, દર્શકોનું મનોરંજન કરવા ફરીથી સક્ષમ બન્યા તેના માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ અને તેમને ખાતરી આપીએ છીએ કે, તેમના ચહિતા શોમાં ઘણા આશ્ચર્ય, વણાંકો આગામી દિવસોમાં જોવા મળશે.”
શોનું શૂટિંગ શરૂ થતા અત્યંત ઉત્સાહિત કુંડલી ભાગ્યની કલાકાર શ્રદ્ધા આર્યા ઉર્ફે, પ્રીતા કહે છે, “જ્યારથી અમને શૂટિંગની મંજૂરી મળી છે, અમે દરેકે દરેક કલાકાર એક જ બાબત વિશે વિચારીએ છી કે, કુંડલી ભાગ્યના નવા એપિસોડને અમે દર્શકોની સામે 13મી જુલાઈના રોજ રજૂ કરીએ. તો, એ જ સંદર્ભમાં મેં #13 કી તૈયારી કેમ્પેઇનની સાથે અત્યંત જોડાઈને કામ કર્યું છે. આ તારીખની આસપાસ અત્યંત અપેક્ષાઓ તથા અમારા કમબેકના બઝ માટે ઘણી બ્રાન્ડ ભેગી કરવાની ઝીની જે માર્કેટિંગ પહેલ છે તે, અદ્દભુત છે અને અમારા નવા એપિસોડ તરફ તેમની નજરને ખેંચવામાં મદદ કરશે.”
ચેનલના મુખ્ય પાત્રો પણ કેમ્પેઇનને સપોર્ટમાં આગળ આવ્યા અને સમગ્ર દેશના તેમના ચાહકો તથા દર્શકોને તેમના કેલેન્ડર પર માર્ક કરવા અને આજથી શરૂ થતા તેમના ચહિતા શોને પરત ફરતા જોવા માટે આવકાર્યા.
ઝી ટીવી પર કમબેકએ એક આયોજિત રીતે કરવામાં આવ્યું છે, જેમાં અડચણરહિત રીતે 1 સપ્તાહના મહા રિકેપ માટે ખાસ 7 એપિસોડ તયાર કરવામાં આવ્યા હતા, જેમાં અમારા મુખ્ય પ્રાઈમટાઈમ શોના અમારા મુખ્ય પાત્ર વાર્તાકાર બન્યા, તથા તેઓ લોકડાઉન પહેલાના તબક્કાના પ્લોટની હાઈટલાઈટ પર નજર નાંખી હતી, જેનાથી દર્શકો માટે તે એક તાજગીસભર બની રહ્યા અને તેઓ તેમના ચહિતા પાત્રોના પ્રવાસની સાથે નવા એપિસોડમાં જોડાતા પહેલા ઝડપથી આગળ વધી શક્યા. ત્યારબાદ એક સપ્તાહનો તબક્કો લોકડાઉન ખાસ એપિસોડનો હતો, જે એક પૂલ તરીકે રજૂ થયો, જે દર્શકોને તેમના ટીવી શોના પાત્રોને લોકડાઉનના વાતાવરણ સંબંધિત દિશા સૂચિત કર્યા અને પાત્રોનો આસ્વાદ કરાવ્યો. સોમવાર, 13મી જુલાઈ- નયે કલ કી સુનેહરી શુરુઆતમાં નવા એપિસોડની શરૂઆત કરવામાં આવે, જ્યા સમગ્ર ઝી ટીવી કુટુંબ સાથે મળીને એક 3 કલાક લાંબા મહા મનોરંજનમાં સાથે આવ્યા, જે પડકારમાં એક સાથે સશક્તતાથી લડવાનું પ્રતિક છે.
ઝી ટીવી તેના દર્શકોને તેના સૌથી પ્રસિદ્ધ મુખ્ય પાત્રો પ્રજ્ઞા, પ્રીતા, ગુડ્ડન અને કલ્યાણીની સાથે ફરીથી જોડાવા માટે આવકારે છે- કારણકે નવા એપિસોડ પ્રસારિત થઈ રહ્યા છે આજથી જ!
તૈયાર થઈ જાઓ તમારા ચહિતા શોને ફરીથી જોવા માટે જે શરૂ થઈ રહ્યા છે, 13મી જુલાઈથી ઝી ટીવી પર!