આજે સમગ્ર નાગર જ્ઞાતિના કુળદેવ શ્રી હાટકેશ નો પ્રાગટય ઉત્સવ. – કિરણ વ્યાસ..

આજે નાગર જ્ઞાતિ ના કુળદેવ દેવાધિદેવ મહાદેવ ના હાટકેશ્વર સ્વરુપ નો પ્રાગટય દિવસ. આપણી નાગર ઉત્પત્તિ નો અને હાટકેશ વંદનાનો ગૌરવપૂર્ણ તહેવાર

સુવર્ણ જેવું પરખાયેલું નાગરો નું જીવન એ હાટકેશ પ્રસાદી છે.
જીવન માં વાણી, વિચાર, વર્તન અને અભિવ્યક્તિ માં દરેક પગલે નાગરી શાલીનતા છલકાય, લખાણ માં કલમ ની મુખ્યત્વે વિવેકસભર તાકાત, સંગીતમાં સુગમ અને શાસ્ત્રીય સૌમ્યતા, રસોઈ માં કડછી અને કમંડળ નો અદભૂત મીઠાશ ભર્યો વારસો, ને બરછીના વારસા થી તો ” જબ કુત્તે પે સસ્સા આયા” જેવી લલકાર ભરેલી ખુમારી..
“નબળા પર શુરા ભારે પડે એ વાત નિર્વિવાદ છે, પણ સમયે ભલભલાને ય ભારે પડે એવી નાગરી ન્યાત છે.”

જીવન વ્યવસ્થા, સંચાલન અને મુત્સદ્દીગીરી માં શ્રેષ્ઠ ગણયેલી આ નાગર પરંપરા થી તો શ્રી કૃષ્ણ ને પણ નાગર નું ઉપનામ વ્હાલું રહ્યું છે.. શ્રી કૃષ્ણના જીવન ના માનવીય અભ્યાસ, એવુંજ મુત્સદ્દી સંચાલન અને કાર્ય વ્યવસ્થા, ઉપરાંત ભગવાને વિષ્ણુ સહસ્ત્ર નામ માં પોતાને બ્રાહ્મણ અત્યંત પ્રિય છે એમ કહ્યું છે અને એમાંય એમણે નાગર નામ સ્વીકાર્યું એનું સમગ્ર નાગરી પરંપરા ને વિશેષ ગૌરવ છે અને એ પરંપરા ની આ કપરા સમય અને સંજોગોમાં પણ જાળવણી રહી શકી છે..

આજે ફરી એકવાર આપણે સૌ આપણી એ શાલીન જીવન વ્યવસ્થા અને જીવન શૈલી જે હંમેશા દરેક ક્ષેત્રે અનુકરણીય રહી છે તેને સાંગોપાંગ જાળવવા માટે ભગવાન દેવાધિદેવ હાટકેશ અને મા અંબા ના ચરણ માં કટિબદ્ધ અને પ્રતિબદ્ધ થઇએ..
સર્વ નાગરો ને
જય હાટકેશ,
જય અંબે,
જય શ્રી કૃષ્ણ.

આકાશે તારકાલિગમ્
પાતાલે હાટકેશ્વરમ્
મૃત્યુલોકે મહાકાલમ્
ત્રય લિંગમ્ નમોસ્તુતે.

આકાશમાં તારકેશ્વર જ્યોતિર્લિંગ
પાતાળમાં હાટકેશ્વર જ્યોતિર્લિંગ અને મૃત્યુલોક માં મહાકાલેશ્વર જયોર્તિલિંગ આ ત્રણ મુખ્ય જ્યોતિર્લિંગ બિરાજમાન છે..

श्रीहाटकेश्वराष्टकम्

जटातटान्तरोलसत्सुरापगोर्मिभास्वरं
ललाटनेत्रमिन्दुनाविराजमानशेखरम् ।
लसद्विभूतिभूषितं फणीन्द्रहारमीश्वरं
नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् ॥ १॥

पुरान्धकादिदाहकं मनोभवप्रदाहकं
महाधराशिनाशकमभीप्सितार्थदायकम् ।
जगत्त्रयैककारकं विभाकरं विदारकं
नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् ॥ २॥

मदीय मानसस्थले सदास्तु ते पदद्वयं
मदीय वक्त्रपङ्कजे शिवेति चाक्षरद्वयम् ।
मदीय लोचनाग्रतः सदार्धचन्द्रविग्रहं
नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् ॥ ३॥

भजन्ति हाटकेश्वरं सुभक्तिभावतोत्रये
भवन्ति हाटकेश्वरः प्रमाणमात्र नागरः ।
धनेन तेज साधिका कुलेन चाखिलोन्नता
नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् ॥ ४॥

सदाशिवोऽहमित्यहर्निशं भजेत यो जनः
सदा शिवं करोति तं न संशयोत्र कश्चन ।
अहो दयालुता महेश्वरस्य दृश्यतां बुधा
नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् ॥ ५॥

धराधरात्मजापते त्रिलोचनेश शङ्कर
गिरीश चन्द्रशेखराहिराज भूषणेश्वरः ।
महेश नन्दिवाहनेति सङ्घटन्नहर्निशं
नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् ॥ ६॥

महेश पाहि मां मुदा गिरीश पाहि मां सदा
भवार्णवे निमज्जितो त्वमेवमेऽसि तारकः ।
करावलम्बनं झटित्य होधुनां प्रदीयतां
नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् ॥ ७॥

धराधरेश्वरेश्वरं शिवं निधीश्वरेश्वरं
सुरासुरेश्वरं रमापतिश्वरं महेश्वरम् ।
प्रचण्ड चण्डीकेश्वरं विनीत नन्दिकेश्वरं
नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् ॥ ८॥

हाटकेशस्य भक्त्या यो हाटकेशाष्टकं पठेत् ।
हाटकेश प्रसादेन हाटकेशत्वमाप्नुयात् ॥

इति श्रीहाटकेश्वराष्टकं सम्पूर्णम्