અંતરિક્ષમાંથી લીધેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ

અંતરિક્ષમાંથી લીધેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ

અમેરિકન કોમર્શિયલ સેટેલાઈટ નેટવર્ક પ્લાનેટદ્વારાતસવીર લેવાઈ

રાજપીપલા, તા.20

અમેરિકન કોમર્શિયલ સેટેલાઈટ નેટવર્ક પ્લાનેટદ્વારા
અંતરિક્ષમાંથી લીધેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે આજે પણ ખૂબ લોકપ્રિય થઇ રહી છે. જોકે આ તસવીર ૧૫ નવેમ્બર 2018 માં લેવાઈ હતી. પણ પ્રવાસીઓ આ સ્પેસમાંથી દેખાતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની તસ્વીર વારંવાર જોઈ રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયામાં હાલ પણ વાયરલ થઇ રહી છે. અંતરિક્ષમાંથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જેની સુંદર તસવીર સેટેલાઇટ દ્વારા શેર કરવામાં આવી છે. સ્કાયલેબ અમેરિકન કંપનીએ સેટેલાઇટ ઇમેજદ્વારા તસ્વીર લીધી છે

અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીને હેલિકોપ્ટરથી કે પ્લેનમાંથી તેનો નજારો જોઇ શકાતો હતો.પણ હવે એથી પણ આગળ જઈને સ્પેસ માંથીઅંતરિક્ષમાંથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો જોઇ શકાય છે. ભવિષ્યમા લોકો આંતરિક્ષમા જયારે પ્રવાસ કરશે ત્યારે અંતરિક્ષમાંથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો જોવાની તક ચોક્કસ મળશે!
અંતરિક્ષ માંથી લીધેલી તસ્વીર કેટલી સુંદર દેખાય છે. જે તસવીર સોશિયલ મીડિયામાં હાલ પણ વાયરલ થઇ રહી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા