શક્તિ અંબાજી ખાતે આજે મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો અને ઈન્દ્રદેવ અંબાજી પર મહેરબાન થઈ અંબાજી પંથકમાં પાણી પાણી થઇ ગયા હતા અંબાજી મંદિરના ચાચરચોકમાં પાણી જોવા મળ્યા હતા
આજે વહેલી સવારે પણ અંબાજી ખાતે વરસાદ આવ્યો હતો અને આજે સાંજે પણ અંબાજીના બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને અંબાજીના તમામ માર્ગો પર પાણી પાણી જોવા મળ્યા હતા