આજે રાજપીપલામા વધુ એક કેસ પોઝિટિવ આવ્યોછે જેનુ નામ હમૂખાબેન ગોપાલભાઈ માછી (ઉ .વ 62,ગણેશ ચોક , રાજપીપલા )નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આજે રાજપીપલા કોવીદ હોસ્પિટલ મા દાખલ કરાઈ હતી આમ આમ કૂલ નર્મદા મા પોઝિટિવ કેસ નો આંકડો 103પર પહોચ્યો હતો .
જેમા આજે બે દર્દીઓ સાજા થતા તેમને કોવીદ હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી .જ્યારે આજે કોવીદ હોસ્પિટલમાથીબે દર્દીઓ પૈકી એક ને સુરત અને બીજા ને વડોદરા હોસ્પિટલ મા વધુ સારવાર અર્થે રિફર કરવામા આવ્યા હતા .
આમ આજની તારીખે કોવીદ હોસ્પિટલ મા કૂલ 11દર્દીઓ સારવાર હેથળછે .
એપેડિમિક ઓફિસર ડો .કશ્યપ ના જણાવ્યા અનુસાર ગઈ કાલે મોકલેલા 62સેમ્પલ માથી એક નો સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો જ્યારે આજે વધુ 41સેમ્પલ વડોદરા એસએસજી મેડિકલ કોલેજ મા મોકલ્યા છે
કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-59090
વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 63 દરદીઓ, તાવના 41 દરદીઓ, ડાયેરીયાના 31 દરદીઓ, દરદી સહિત કુલ-135 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 841080લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 370643 લોકોને વિતરણ કરાઇ છે.
આજની તારીખે કૂલ 33ફેસેલીટી કોરનટાઇન
અને 69ને હોમ કોરનટાઇન કરાયા છે જ્યારે અત્યાર સુધી મા કૂલ 857
ફેસેલીટી કોરનટાઇનઅને 5496ને હોમ કોરનટાઇન કરાયા છે
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા