પાટીદાર સમાજની અનોખી પહેલ.- બેસણુ અને બારમાનું ભોજન કર્યું બંધ.

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામ મોટા બાવન કડવા પાટીદાર સમાજના પરિવારોની રવિવારે મળેલી સાધારણ સભામાં વ્યક્તિના મૃત્યુ પ્રસંગે બેસણું અને બારમા નિમિત્તે ભોજન પાછળ થનાર બિનજરૂરી ખર્ચ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ઠરાવ મુજબ ગામના કોઈપણ વ્યક્તિના અવસાન પાછળ થતો જમણવારમાં ભોજન નહીં લેવાનો નિર્ણય પણ કર્યો હતો. તાજેતરમાં અવસાન પામેલા પટેલ શાંતાબેન

ભગવાનભાઈ (વિજાતીય)નો પરિવાર આ ઠરાવને પગલે જમણવાર ન કરવા નિર્ણય કર્યો છે. પહેલા સમયમાં બેસણું અને બારમાં જેવા અવસાનના પ્રસંગોમાં દૂરથી આવતા સંબંધી માટે કરાતી ભોજનની વ્યવસ્થા સમય જતાં મોટાપાયે કરવામાં આવતાં જમણવારમાં પરિણમી છે. મોટાભાગના લોકો આ પ્રસંગમાં જવાનું ટાળે છે.

જેના કારણે ભોજનનો બગાડ થાય છે, અને નાણાંનો દુરુપયોગ થાય છે. પરંપરાથી થતાં જમણવારમાં મિલકત વેચીને ખર્ચ કરતા હોય છે.