રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ખૂબ જ મન મૂકી વરસ્યા છે ત્યારે જામનગર જિલ્લાનો જીવાદોરી ગણાતો રણજિત સાગર ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણી આવતા તેમાં પણ નવા નિરનું આગમન થતાં જ ડેમ તેની સપાટીએ છલકાતો જોવા મળ્યો હતો ડેમ માં આવેલ નવા નિરના જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા. શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર હસમુખભાઈ જેઠવા તેમજ ડેપ્યુટી મેયર દ્વારા રણજિત સાગર ડેમ ની મુલાકાત લઈ પુષ્પ તેમજ નારિયેળ વધેરી લોકો માટે જીવન આપનાર નવા નિરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર શહેરના વોર્ડ કોર્પોરેટરો, કમિટી સભ્યો, દંડક, ચેરમેન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 2 દિવસો માં જામનગર શહેરમાં આશરે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને સિઝનનો અંદાજે 50 ટકા વરસાદ નોંધાયો છે. નવા નીર આવતા અને ડેમ છલકાતા શહેરના લોકોને પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. આ ઉપરાંત શહેરના સરસોઈ અને ઉણ ડેમ પણ ઓવરફ્લો થયાં છે જેથી આવનાર 1 થી દોઢ વર્ષ સુધી જામનગર શહેરની પ્રજાને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. આ પહેલા જિલ્લા કલેક્ટર પણ રણજિત સાગર ડેમની મુલાકાત લઈ ચુક્યા છે અને તેમણે પણ આવનાર પાણી ની સ્થિતિને નિહાળી હતી.
Related Posts
💥 GSEB ધોરણ -૧૦નું પરિણામ ઓફિશિયલ જાહેર
💥 GSEB ધોરણ -૧૦નું પરિણામ ઓફિશિયલ જાહેર 👉🏻 *https://bit.ly/ધોરણ-૧૦-પરિણામ-જોવાની-લિંક* 🔹 *સંસ્થા:-* GSEB બોર્ડ 🔸 *સ્ટેટ્સ:-* પરિણામ 🔹 *તારીખ:*- 09/06/2020 📲…
શાહીબાગ વિસ્તારમાં પોલીસકર્મી 4 શખ્સોએ છરી વડે કર્યો હુમલો
અમદાવાદ હુમલામાં રવિન્દ્ર રાજા નામના કોન્સ્ટેબલનું મોત,અન્ય કોન્સ્ટેબલ ઘાયલ મૃતક કોન્સ્ટેબલને પરિવારજનો પહોંચ્યા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં ACP, PI સાહિતમાં અધિકારીઓ…
તિલકવાડા ના પાન તલાવડી ગામે સગીર કન્યાનું અપહરણ કરી મામાના ઘરે બે દિવસ સુધી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બળાત્કાર ગુજાર્યો. હવસખોર સામે સગીર કન્યાના પોલીસ ફરિયાદ.
તિલકવાડા ના પાન તલાવડી ગામે સગીર કન્યાનું અપહરણ કરી મામાના ઘરે બે દિવસ સુધી રાખી કન્યાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ…