નાદોદ તાલુકાના ખામર ઢોળાવમાં વળાંક વાળા રોડ ઉપર ટ્રક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુ ઘટના સ્થળે જ કરૂણ મોત.

રાજપીપળા,

નાંદોદ તાલુકાના ખામર ઢોળાવમાં વળાંક વાળા રોડ ઉપર ટ્રક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ છે. આ અંગે આમલેથા પોલીસ મથકમાં ફરીયાદી ઉમરાભાઇ મનસીભાઇ વસાવા
(રહે, નાની ચિખલી) એ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરીયાદની વિગત મુજબ આરોપીએ પોતાની કબજાની ટ્રક પૂરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી લાવી રોડની
સાઇડમાં ચાલતા સાહેદ જયેશભાઇ ભુરીયાભાઇ વસાવાને અડફેટમાં લઈ અકસ્માત કરી બંને પગના જાંઘથી નીચેના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યુ છે. ટ્રક ચાલક નાશી જતા
તેની સામે આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા