દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત*
દ્વારકામાં ભારે પવન અને વરસાદે તાંડવ મચાવ્યો હતો. ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત થયું હતુ. ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરની શિખર ધજા ચડાવવાનો દંડ તૂટી ગયો હતો. વર્ષો બાદ દ્વારકાધીશના શિખર દંડ તૂટવાની ઘટના બની હતી. શિખરદંડ પર દરરોજ પાંચ ધજાઓ ચઢાવવામાં આવે છે.
ફોટો. રિપ્રેઝન્ટેટિવ