કોરોનાના કહેર વચ્ચે મુસ્લિમ ધર્મગુરુની અપીલ, “મસ્જિદની જગ્યાએ ઘરમાં રમજાન ઈદની નમાઝ અદા કરો”

*કોરોનાના કહેર વચ્ચે મુસ્લિમ ધર્મગુરુની અપીલ, “મસ્જિદની જગ્યાએ ઘરમાં રમજાન ઈદની નમાઝ અદા કરો”*


ઇસ્લામ ધર્મ માં સોથી પવિત્ર માનવામાં આવતો રમઝાન માસ હવે મુસ્લિમ ભાઈઓ અને બહેનોની વચ્ચેથી અલવિદા થવા જઈ રહ્યો છે.

ગણતરીના કલાકો બાદ સમગ્ર ભારત દેશમાં રમઝાન ઈદ ની નમાઝ અદા કરવામાં આવશે. આ નમાઝમાં તમામ મુસ્લિમ ભાઈઓ નવા કપડાં પહેરીને પોતાના ઘરની આસપાસની મસ્જિદમાં સામેલ થશે અને અલ્લાહની બંદગી કરીને પોતાના પરિવાર માટે દુઆ માંગશે.

જોકે, છેલ્લા બે વર્ષ થી ભારતમાં કોરોના નો કહેર ફેલાયેલો છે ત્યારે તેના કારણે તમામ ધર્મોના લોકોએ પોતાના તહેવારોની ઉજવણી ટાળી દીધી છે. અને સરકાર પણ તહેવારો ઉજવાની પરવાનગી આપી રહી નથી.


જેથી લોકો પણ પોતાના ઘરની અંદર જ રહીને ખુબજ શાંતિથી તહેવારો ઉજવી રહ્યા છે. અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને કોરોનાની ચેનને તોડવાની કોશિશ કરી રહ્યા છે.

ખેડા જિલ્લાના માતર ગામમાં આવેલી પીર સૈયદ શફીમિંયા બાવા અલ્વી રે.અ દરગાહ ના ગાદીનશીન પુત્ર અને ખાનપુરમાં આવેલી હઝરત શાહ વજીહુદ્દીન અલ્વી સાહેબ ની દરગાહ ના કુટુંબમાં જન્મેલા પીર સૈયદ આલેરસુલ બાવા અલ્વી એ કે જે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહે છે તેમણે તમામ મુસ્લિમ સમાજના લોકોને રમઝાન ઈદની શુભેચ્છા પાઠવીને સાથે એક નમ્ર અપીલ પણ કરી છે કે ” આ વખતે કોરોના વાયરસ એ સોથી વધારે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે , જેના કારણે ઘણા લોકોના ટપોટપ મોત પણ થઈ રહ્યા છે અને અનેક લોકો હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે, આવા લોકોને બચાવવા માટે સરકાર પણ તમામ કોશિશો કરી રહી છે ત્યારે આપણી સો કોઈની જવાબદારી બને છે કે આપણે આ વખતની રમઝાન ઈદની નમાઝ આપણા ઘરની અંદર જ પઢવાનું રાખીએ, જેથી લોકોની ભીડ મસ્જિદમાં એકત્ર ન થાય અને કોરોના નું ચેપ વધારે ન ફેલાય તે માટે આપણે તેને અટકાવવા માટે તનતોડ મહેનત કરીશું તોજ આપણને પહેલાના જેવા સારા દિવસો પાછા મળી શકશે.