અનલોક : 1. બસ કરો હવે, બહુ થયુ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

1.વૈતરણીને કાંઠે
વિચિત્ર અને વિશાળ અવાજે એક પાડો ગાંગર્યો. અને ધરતી ઉપરથી જીવાત્માઓને લઈ ને પાછા ફરતા વર્ગ. 4ના યમદુતો આધાપાછા થઇ ગયા..યમદૂતોની પાછળ ઘસડાઈને આવતા પામર ગરીબ લાચાર જીવો પણ એકાદ ક્ષણ પૂરતા ગભરાઇ ગયા..
ત્યા જ એક તીવ્રગતિએ એક વિશાળકાય પાડો પસાર થઇ ગયો. આ પાડા ઉપર એક ઓફિસર ઓન સ્પેશ્યલ ડયૂટી ક્લાસ. 1 યમદુત બેઠો હતો. અને એની પાછળ બેઠેલો એક મૃતાત્મા ચકવવકળ નજરે આસપાસનું જોઈ રહ્યો હતો..
આંખના પલકારામાં પાડો તો પસાર થઇ ગયો પછી ત્યા એકકોરે થઈ ગયા વર્ગ. 4 ના યમદુતે કહયુ કે… “નક્કી કોઈ એક્ટર જ છે નહિ તો… ..” એક સાથે જીવાત્મા સહિત બધાએ નિશ્વાસ નાખ્યો અને પછી ત્યાથી ચાલતી પકડી..
2.પાગલ..
બોલ ને બા… હુ શુ કરુ? મારા છોકરાઓની સ્કૂલની ફી ભરુ કે બાપુજી ની હોસ્પિટલનુ બિલ..? એમ કહીને એક પાગલ ચોધાર આંસુએ રડયો.. પછી ખડખડાટ હસ્યો અને પાગલ થઇ ગયો.. સાવ પાગલ…
બાળકોની છ મહિનાની સ્કૂલ ફી, છ મહિનાની ફોગટની ટ્રાન્સપોર્ટેશન ફી ભરી.. મોટા બાપુજી ની ખબર કાઢી. હોસ્પિટલમા એડવાન્સ પૈસા ભરી ને હુ મારી સોસાયટી પગ મુક્યો કે એક પાગલ મને ભટકાયો..
“મારા બંને ખભા ઉપર હાથ મુકીને એણે કહ્યુ.
” બોલ ને બા.. હુ શુ કરુ? મારા છોકરાની ફી ભરુ કે બાપુજી ની હોસ્પિટલનુ બિલ…? “કહીને રોવા માંડ્યો. માંડ મે એનાથી મારી જાતને છોડાવી..
અમારી સોસાયટીમા આવા પાગલ વધતા જાય છે.. શુ તમારી સોસાયટીમાં પણ?
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા