*📌કાર્તિકી પૂર્ણિમા ના દિવસે તા.08/11/2022 મંગળવારના રોજ ચંદ્રગ્રહણને લઇ શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકનાં તમામ મંદિરોનાં નિત્યપૂજન-આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર…*
✍️ મનિષ કંસારા
08/11/2022 મંગળવારનાં ચંદ્રગ્રહણને લઇ, શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોનાં નિત્યપૂજન – આરતીના તથા દર્શનના સમયમાં ફેરફાર…

તા.08 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવાનું આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથનાં સ્થાનિક સમય પ્રમાણે નીચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકનાં તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજન, આરતી ગ્રહણ દરમિયાન બંધ રહેશે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકનાં તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ પૂજા-આરતી થશે.
ગ્રહણ દરમિયાન તારીખ-08/11/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 08/11/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાયં આરતી 7-45 કલાકે કરવામાં આવશે. ગ્રહણના રોજ શ્રી સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00 થી રાત્રે 01-00 સુધીનો રહેશે. સોમનાથ મંદિર ખાતે પ્રથમ પ્રહરની મહાપૂજા રાત્રે 10-45 વાગ્યે, તથા મહા આરતી રાત્રે 12-00 વાગ્યે કરવામાં આવશે.
