અમદાવાદ શહેરનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ ફરીથી ધમધમતું થયું.1 200 બસોની ટ્રીપ શરૂ કરવામાં આવી. પેસેન્જરે માસ્ક પહેરવું ફરજીયાત બન્યું
,………………
ઊંઝાના ઐઠોરમાં એક વૃદ્ધને ગાડીમાં લિફ્ટ આપી ને તેની પાસેથી રૂપિયા ૪૫ હજાર લઈને ૩ શખ્સો ફરાર.
………………………..
સુરતની સી.એ યુવતીની આત્મહત્યા. અન્ય જગ્યાએ નોકરી લાગતા માલિકે પોલીસ કેસ કર્યાનો આરોપ.
………………….
રાજકોટની સૌથી મોટી સહકારી બેંક રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકની ચૂંટણી અગામી ૨૬ જુલાઈએ યોજાશે. ફોર્મ ભરવાની તારીખ ૭ જુલાઈ નક્કી કરાઈ. બેંકની ૧૭ જેટલી બેઠકો માટે ચૂંટણી યોજાશે.
………………………….
મોરબીમાં પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટ મુદ્દે મહિલાઓ પાલિકાની કચેરી એ પહોંચી.
………………………………..
સુરતના હીરા વર્કર્સની સરકારને આર્થિક પેકેજ આપવાની માંગ
………………..
કચ્છમા સ્થાનિક કેદીનું મોત નિપજ્યું છે. રાપરથી ૧૭૦૦ કરોડના ડ્રગ્સ સાથે પકડાયો હતો.
………………………
ખેડા જિલ્લામાં કોરોના ૧૫ કેસ નોંધાયા. મહેમદાવાદ ચકલાસીમાં એક એક, નડિયાદમાં 8, કપડવંજમાં 2, ગળતેશ્વર અને ખેડામાં એક એક કેસ નોંધાયા. ખેડા જિલ્લાનો કુલ કોરોના આંક 191એ પહોંચ્યો.
……………………..
દાદરા નગર હવેલીમાં 15કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા સન ફાર્મા કંપની બંધ કરવામાં આવી.
………………………
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના પી આઈ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ.