કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલની જીવનસફર.

બિગ બ્રેકિંગ ન્યૂજ઼

વિશેષ અહેવાલ: દીપક જગતાપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનુંદુઃખદ નિધન

અહમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ

કરીને દુઃખદ સમાચાર ની પુષ્ટિ કરી

દિલ્હીના ગુરૂગ્રામ સ્થિત મેંદાતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

અહમદ પટેલના નર્મદાનાદત્તક ગામ વાંદરીગામમા ઘેરા શોકની લાગણી

વાંદરીનાં ગ્રામમજનો એ આજે એક દિવસનો શોક જાહેર કરી ગામજનોએ શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ

પટેલના દુખદ અવસાન પર દુ:ખ

વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએટ્વિટ કરીને જાણકારી આપી છે

પીએમોદીએ ટ્વિટ કરીને જાણકારી

આપીકે તેમણે સમાજની સેવા

કરતા વર્ષો વિતાવ્યા છે.

રાજપીપળા તા 25

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનુંદુઃખદ નિધન થયું છે. અહમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ

કરીને આ અંગે જાણકારી આપી હતી. તે પાછલા એક મહિનાથી કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર લહી રહ્યા હતા. છેલ્લે તેમની

સારવાર દિલ્હીના ગુરૂગ્રામ સ્થિત મેંદાતા હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા.

પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને જાણકારી આપી

દુ:ખ નિધન અંગે તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટમાં લખ્યું છે કે, ઘણા દુખ સાથે જણાવી રહિયો છે કે મારા પિતા અહમદ પચેલનું નિધન ૨૫ નવેમ્બર 3.30am

કલાકે થયું છે. આશરે એકમહિનાથી કોરોનાં સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમની વધુ તબિયત બગડતી રહી અને શરીરના કેટલાક અંગો કામ કરવાના બંધ

થઈ ગયા હતા. હું તમામ શુભચિંતકોને પ્રાથના કરૂ છુ કે કોરોના -૧૯ ના નિયમોનું પાલન કરો અને ભીડ ભેગી ના કરો તથા સોશિયલ ડીસ્ટ્રેસનું ધ્યાન રાખો

ખાસ તો

તો અંતરીયાળ એવા નર્મદાના વાંદરી ગામ જ્યાં આદિવાસીઓ ની દયનિય સ્થિતિ હતી એ ગામ ને રાજ્ય સભા ના સાંસદ અહેમદભાઈ પટેલે દત્તક લઈ ગામ નો

વિકાસ કર્યો છે આ ગામ માં તમામ પ્રકાર ની જે પાયાની સુવિધા ન હતી જે સુવિધા ગામ માં આવતા ગામ ના તમામ લોકો સધ્ધર થયા આજે અહેમદ પટેલ ના

નિધન ની વાત સાંભળતા જ ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ છે અને તમામ ગ્રામમજનો એ આજે એક દિવસ શોક જાહેર કરી ગામજનો એ શ્રદ્ધાંજલિ આપી છે

એમની ખોટ આ ગામમાં કાયમ રહશે

અત્રે ઉલ્લેખનીય છે કે

પ્રથમ વાર 1977માં ભરૂચથી ચૂંટણી લડ્યા હતા.71 વર્ષીય અહમદ પટેલે 26 વર્ષની ઉંમરે 1977માં પ્રથમ ચૂંટણી ભરૂચથી લડ્યા હતા જેમાં 62,879 મતોથી વિજય થયો હતો. ત્યારબાદ 1980માં ફરિવાર

ચૂંટણીમાં 82,844 મતોથી વિજયી થયા બાદ વર્ષ 1993માં 1,23,068 મતોથી જીત હાંસલ કરી હતી. તેઓનો જન્મ ભરૂચનાં અંકલેશ્વરમાં થયો હતો અનેવર્ષ 2001થી તે સોનીયા ગાંધીની રાજકીય સલાહકાર હતા. અહમદ પટેલ ત્રણ વાર લોકસભા સાંસદ અને પાંચ વાર રાજ્યસભા સાંસદ રહ્યા હતા. વર્ષ

2018માં કોંગ્રેસ પાર્ટીમાં કોષાધ્યક્ષ તરીકે નિમણુંક થઈ હતી. ઉલ્લેખનિય છે કે, અહમદ પટેલ એ એક એવા વ્યક્તી જેમની ખોટ કોંગ્રેસ તથા ગુજરાતની

જનતાની રહેવાની છે. ભરૂચ નર્મદાવાસીઓ માટે દુ:ખ ભર્યા સમાચારથી ભરૂચ નર્મદાનાંની કોંગ્રેસ છાવણીમાઘેરા શોકનુંમોજુ ફરી વળ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે કે ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસ રાજકારણી અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સચિવ હતા. તેઓ એકમાત્ર વ્યક્તિ હતાં જેમનું 10 જનપથમાં સીધી અવરજવર હતી. તેઓ સોનિયા-રાહુલના વફાદાર હોવાની સાથે જ પાર્ટીમાં સૌથી કદાવર નેતા પણ તા. કોંગ્રેસ હાઈકમાનના નિર્દેશો અને સંકેતોને તેમના દ્વારા જ બીજા અન્ય મોટા નેતાઓ સુધી પહોંચાડવામાં આવતા હતા.

તેઓ લોકસભામાં 3 અને રાજ્યસભામાં 5 કાર્યકાળ પૂરા કરી ચૂકનારા અહેમદ પટેલનું નિધન થયું છે. તેમને ઓગસ્ટ 2018માં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષના રૂપમાં નિમાયા હતા. અહેમદ પટેલે 1976માં ગુજરાતના ભરૂચ જિલ્લામાં સ્થાનિક ચૂંટણી લડીને રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ગુજરાત અને કેન્દ્ર બંનેમાં કોંગ્રેસના સંગઠનાત્મક કામની કમાન સંભાલી. 1985માં તેઓને તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદ સચિવ નિયુક્ત કરાયા હતા. તેઓએ સરદાર સરોવર પરિયોજનાની દેખરેખને માટે નર્મદા પ્રબંધન પ્રાધિકરણની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી.

………………………..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ

પટેલના દુખદ અવસાન પર દુ:ખ

વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએટ્વિટ કરીને જાણકારી આપી છે

કે તેઓ અહેમદપટેલના

નિધનથી દુખી છે, પીએમોદીએ ટ્વિટ કરીને જાણકારી

આપીકે તેમણે સમજની સેવા

કરતા વર્ષો વિતાવ્યા છે. સાથેસાથે પીએમ મોદીએ જણાવ્યું

કે તેઓ શાર્પ દ્રષ્ટી વાળાવ્યક્તિ હતા….

અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએદુ:ખવ્યક્ત કરી પુત્ર ફૈઝલ સાથે ફોન પર વાતકરી સાંત્વના પણ આપી હતી.

અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે હંમેશાં યાદ રાખશે, મે તેમના પુત્ર ફૈઝલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને મારી સંવેદના વ્યક્ત કરી હતી. હું ઈશ્વરને પ્રાથના કરૂ છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ પ્રાપ્ત થાય.તેઓજાહેર જીવનમાં વર્ષોના અનુભવી હતાઃ

……………………….

અહેમદ પટેલના નિધનથી

રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે

કોંગી નેતા અને એમપી નાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ

બોલ્યા- કોંગ્રેસીઓ માટેદરેક રાજનૈતિક મર્ઝની દવા

હતાં.

અહેમદ પટેલના નિધન પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરતા જણાવ્યુ હતુ કે અહેમદ પટેલ મુશ્કેલીના દિવસોમાં કોંગ્રેસની સાથે ઉભા રહ્યા, કોંગ્રેસના સ્તંભ સમાન હતા, પટેલ કોંગ્રેસની કિંમતી અસ્કયામત હતા, અમને તેમની ખોટ હંમેશા વર્તાશે

………………………

અહેમદ પટેલની રાજકીય સફર:તાલુકા અધ્યક્ષથી પ્રદેશ અધ્યક્ષ સુધી

રાજપીપળા, તા 25

ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (1977, 1980, 1984) લોકસભા સાંસદ અને પાંચ વખત (1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલે પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62,879 મતથી જીત્યા. તે સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં.

સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુકરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓક્ટોબર 1988 સુધી રહ્યાં. 1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા.

1996માં અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.

1977માં કોંગ્રેસની સાખ બચાવી:

અહેમદ પટેલે ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977માં ચૂંટણીમાં જ્યારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે આ અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આોજીત કરી રાજી કરીલીધા હતા.

1977માં જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા, ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.

કોંગ્રેસની પાસે અહેમદ પટેલ જેવા બીજા કોઇ નેતા નહીં

અહેમદ પટેલને 10 જનપથના ચાણક્ય કહેવાતા હતા. તેઓ કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી બાદ ‘નંબર 2’ માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યક્તિ માટે સીક્રેટિવ હતા. ગાંધી પરિવાર સિવાય કોઇને ખબર રહેતી નહોતી કે તેઓ શું વિચારી રહ્યાં હતા.

તસવીર: દીપક જગતાપ,રાજપીપળા