અમદાવાદ: ગુજરાતમાં પહેલીવાર ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટરના બેનર હેઠળ પેન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેન એક્સ્પો 7થી 9 ફેબ્રુઆરી સુધી પ્રહલાદનગરમાં આવેલા સીમા હોલમાં રાખવામાં આવ્યો છે.
પેન એક્સ્પોના ઓર્ગેનાઇઝર જણાવ્યું કે, આ એક્સ્પોમાં 60થી વધુ બ્રાન્ડ ડિસ્પ્લે કરવામાં આવશે. અહીં 300 રૂપિયાથી લઇ 3 લાખ રૂપિયા સુધીની પેન જોવા મળશે. સામાન્ય માણસથી લઇ પ્રિમિયમ ડોક્ટર્સે એક્સ્પોમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.