1 જુલાઈ એ સિંગર અને પરફોર્મર ધરા શાહ નું નવું ગીત “રંગરેઝ” થઈ રહ્યું છે રિલીઝ..

કેસર, ઓઢણી, વા વાયા ને, શ્રી નાથ જી, અને બીજા અઢળક મ્યુઝિક વિડિયો તેમજ લાઈવ કાર્યક્રમો દ્વારા પ્રખ્યાત થયેલા ગુજરાતી અને હિન્દી ગીતો ના પરફોર્મર સિંગર ધરા શાહ દ્વારા તેમના ચાહકો અને દર્શકો માટે કંઈક નવી વસ્તુ આપવા માટે હંમેશા તત્પર રહે છે.

કોરોના ના સમય માં લોકડાઉન ના સમય નો સદઉપયોગ કરી ને ધરા શાહ દ્વારા તેમની ઑફિશ્યલ youtube ચેનલ પર મનગમતા ગીતો ની એક સિરીઝ રજૂ કરવા માં આવી હતી.

જેમાં સૌ પ્રથમ ગીત Classi Wood ના ટાઇટલ અંતર્ગત “લાલ ઇશ્ક” “આયત” અને 1 જુલાઈ ના દિવસે આવી રહ્યું છે “રંગરેઝ”. આ બધા જ ગીતો ની વાત કરતા ધરા શાહ જણાવે છે કેલોકડાઉન માં હું મારા તરફ થી કઈક ક્રિએટિવ આપી શકું એટલે મે આ series કરવાનો વિચાર કર્યો. બોલીવુડ ના એવા ગીતો જે કલાસિકલ રાગ પર આધારિત હોય – અને એટલે નામ આપ્યું – ક્લાસિવૂડ.
આ લોકડાઉન માં તૈયાર કરવાના વિચાર માં પેહલો પ્રશ્ન સ્ટુડિયો માં જઈ ને ગાવા નો, અને આઉટડોર કે ઇન્ડોર માં શૂટ કરવાનો આવ્યો. બરોડા માં ફસાયેલી હતી ત્યારે ગમે તેમ કરી ને આ series બનાવવી હતી. બાથરૂમ માં , મોબાઈલ ના ઇયર ફોન માં રેકોર્ડ કર્યા જેથી કરી ને ઓછા માં ઓછું disturbance આવે. પણ તેમ છતાં મ્યુઝિક અને વિડિયો નો પ્રશ્ન હજી ઉભો જ હતો. ત્યારે મારા બધા જ આલ્બમ ના જે મ્યુઝિક પાર્ટનર છે – જીમ્મી દેસાઈ એમણે આમાં જોડાવા તૈયારી બતાવી. અને મારા વીડિયો પાર્ટનર – ચિંતન મેહતા એ editing ની તૈયારી બતાવી. અને મારી ઘણી ઇવેન્ટ ને કવર કરવા આવતા પાર્થ ગોંડલિયા એ શૂટ કરવાની તૈયારી બતાવી. અને આવી રીતે આ સિરીઝ તૈયાર થઈ.
સોશ્યલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખી પોત પોતાના ઘરે થી જ આ સિરીઝ તૈયાર કરવા માં આવી.
આ સિરીઝ નો કોન્સેપ્ટ ધરા શાહ નો છે.
બધા જ વીડિયો માં સંગીત જીમ્મી દેસાઈ નું છે. વિડિયો ચિંતન મેહતા એ કર્યા છે અને
DOP પાથૅ ગોન્ડલીયા છે.

લોકો ને આ કોન્સેપ્ટ અને સંગીત ખૂબ ગમી રહ્યું છે એના માટે ખૂબ આનંદ છે.

આ અને આવનારા બધા જ ગીતો થકી આમ જ ધરા શાહ તેમના દર્શકો નું મનોરંજન કરતા રહે તેવી શુભેચ્છાઓ…

Matter Prepared & PR
By
NK Entertainment
Ahmedabad
7600487998