ગુજરાતના આઇપીએસ અધિકારીઓની ટુંક સમયમાં મોટા ફેરબદલ કરવામાં આવશે. 12 એસપી રેન્કના અધિકારીઓને ડીઆઇજીમાં બઢતી આપવા સાથે અંદાજે 38 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીઓ થશે. આ બદલીઓમાં ત્રણથી ચાર રેન્જના આઇપીએસ અધિકારીઓ બદલાવવાની સંભાવના છે.સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ એસપી સુનીલ જોશી, નવસારી એસપી ગીરીશ પંડ્યા, દેવભૂમિ દ્વારકાના એસપી રોહન આનંદ, સાબરકાંઠા અને અમરેલી એસપી, મહિસાગરના એસપી ઉષા રાડા અને નડિયાદ એસપી દિવ્યા મિશ્રા, સુરત ગ્રામ્ય એસપીની પણ બદલવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સુરત અને વડોદરા શહેરના ત્રણ ડીસીપી બદલાય તેવી પણ શક્યતા છે.
અમદાવાદ રેન્જ આઇજીની જગ્યા ત્રણ મહિનાથી ચાર્જમાં ચાલે છે. આ જગ્યા પર વડોદરા રેન્જ આઇજી અભય ચુડાસમા કે પછી રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંઘ આવી શકે છે. જો અભય ચુડાસમાનો ઓર્ડર થાય તો સંદીપ સિંઘનો વડોદરા રેન્જ ડીઆઇજી તરીકે પોસ્ટિંગ થઇ શકે છે.ગોધરા રેન્જ ડીઆઇજી એમએસ બરાડાની પણ બદલી થવાની સંભાવના છે. ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા રાજકોટ રેન્જમાં જઇ શકે છે. વડોદરા શહેરના જેસીપી ક્રાઇમ અને ટ્રાફિક કેસરી સિંહ ભાટી પણ બદલાઇ શકે છે. સુરત શહેરના સેક્ટર 1 અને સેક્ટર 2ની જગ્યા ઘણા મહિનાઓથી ખાલી પડેલી છે. આ જગ્યાઓ પણ ભરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પણ સેક્ટર-1 જેસીપી અમિત વિશ્વકર્માની પણ બદલી થઇ શકે છે.