નર્મદા મા પાંચેય તાલુકામાં સરેરાશ એક ઇંચ વરસાદ.

ગરુડેશ્વર તાલુકા માં 42 (પોણા બે ઇંચ) મીમી વરસાદ, દેડિયાપાડામાં 33 મીમી (દોઢ ઇંચ), તિલકવાડા તાલુકામાં 23 મીમી (એક ઇંચ ) વરસાદ.
નાંદોદમાં 18 મીમી, સાગબારામાં 11 મીમી વરસાદ.
રાજપીપળામાં મળસ્કે ભારે વરસાદ તૂટી પડતાં પાણી પાણી.
રાજપીપળા, તા. 17
નર્મદા જિલ્લામા પાંચેય તાલુકામાં સરેરાશ એક ઇંચ વરસાદ થયો છે. જેમાં ગરુડેશ્વર તાલુકા માં સૌથી વધારે 42 (પોણા બે ઇંચ) મીમી વરસાદ, દેડિયાપાડામાં 33 મીમી (દોઢ ઇંચ), તિલકવાડા તાલુકામાં 23 મીમી (એક ઇંચ ) વરસાદ થયો છે. જ્યારે નાંદોદમાં 18 મીમી (પોણો ઇંચ )તથા સાગબારામાં 11 મીમી વરસાદ થયો છે 24 કલાકમાં કુલ 127 મીમી સરેરાશ (એક ઇંચ 25 મીમી) વરસાદ નોંધાયો છે.
રાજપીપળામાં મળસ્કે ભારે વરસાદ તૂટી પડતાં પડ્યો હતો. ખેતીલાયક સારો વરસાદ થયો છે. રાજપીપળા માં ભારે વરસાદ થતાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, રોડ પર અને ગલીઓમાં પાણી ભરાયા છે.
વરસાદની આવકથી નર્મદાના વિવિધ ડેમોની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. જેમાં નર્મદા ડેમની સપાટી 127.52 પહોંચી છે. કરજણ ડેમની સપાટી 100 મીટર, નાના કાકડીઆંબા ડેમ 180.70 મીટર, ચોપડાવાવ ડેમ 181.20 મીટર નોંધાઇ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા