ભચાઉ પોલીસ સ્ટેશન ના પી.આઈ અને પી.એસ આઇ ને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ ની અસર થી સસ્પેન્ડ
એક અઠવાડિયા અગાઉ ભચાઉ પાસે બંધ ગોડાઉનમાંથી પચાસ લાખના ભારતીય બનાવટના વિદેશી દારુને રાજયની વિજીલન્સ ટીમે દારૂના કટીંગ સમયે દરોડો પાડી કુલ ૭૦ લાખથી વધુના મુદામાલ સાથે પકડી પાડેલા, જેમાં નામચીન બુટલેગરો સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો ત્યારે આ પ્રકરણમાં આજે રાજયના પોલીસ વડા દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર ઝેડ.એન ધાસુરા અને પીએસઆઈ કે.એન સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, આ અંગે પુર્વ કચ્છ એસ.પી ને પૂછતા તેમણે આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે અંગે સમર્થન આપ્યું હતું