Covid-19 Good news : ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલે કોરોનાની દવા લૉન્ચ કરી, DGCIએ આપી મંજૂરી.

Favipiravir દવાને ભારતની માર્કેટમાં FabiFluના બ્રાન્ડ નેમ સાથે લૉન્ચ કરવામાં આવશે. અગાઉ ડીજીસીઆઈએ માર્કેટિંગ અને મેન્યૂફેક્ચરિંગની પરવાનગી આપી હતી.

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં રોજ ચાર નવી દવાઓ શોધાય છે અને તે કોરોના વાયરસ (coronavirus)ની ટ્રીટમેન્ટમાં અસરકાર હોવાની વાર્તાઓ આવે છે. દરમિયાન ભારતમાં ખૂબ જ પ્રતિષ્ઠિત નામ ધરાવતી ફાર્માસ્યૂટિકલ કંપની ગ્લેનમાર્ક (glenmark pharmaceuticals)કોરોનાથી સામાન્ય રીતે પીડિત દર્દીઓના ઇલાજ માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિર (Favipiravir)ને ભારતીય બજારમાં લૉન્ચ કરી દીધી છે.

ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલના ચેરમેન અને મુખ્ય પ્રબંધ નિદેશક ગ્લેન સલ્દાન્હાએ જણાવ્યું કે આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસોનું સંક્રમણ વધ્યું છે. અમને આશા છે કે ફેબિફ્લૂ આ દવાના માધ્યમથી સંક્રમણના રોકવામાં મોટી સફળતા મળશે. અગાઉ ડ્રગ્સ્ટ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DGCI) દ્વારા આવશ્યકતા પર વિચાર કરતા સ્થાનિક કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સને પેવિપિરાવિરની ગોળી 200 એમજી બનાવવાની અને વેચવાની પરાવનગી આપી હતી.

સૂત્રોને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ પોતાના અહેવાલમાં ઝણાવ્યું હતું કે દેશમાં કોવિડ-19ના મધ્યમ સ્તરના દર્દીઓને તેમની અતિ ખરાબ ન હોય તેવી સ્તિતિમાં ઇર્મજન્સી ઉપયોગ માટે પરવાનગી આપી દેવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)

સૂત્રોએ જણાવ્યું કે કેટલીક શર્તો સાથે ફેવિપિરાવિરના વપરાશની પરવાનગી આપવામાં આવી છે. જેમાં પ્રત્યેક રોગી અથવા પરિવારજનો પાસેથી દવાના ઉપયોગ પહેલાં લેખિત પરવાનગી લેવામાં આવશે. દવાના ઉપયોગ દરમિયાન પ્રથમ એક હજાર દર્દીઓ પર પ્રયોગ કરતા સમયે ખૂબ જ આકરી નજર રાખવામાં આવશે. જોકે, ફેવિપિરાવિર પર હજુ પ્રયોગો સક્રિય જ છે પરંતુ ડીજીસીઆઈએ તેના વપરાશની મંજૂરી આપી દીધી છે. કારણ કે અત્યારસુધી દેશમાં આ દવાના પરિણામો ખૂબ જ ઉત્સાહજનક રહ્યા હતા.