નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ




નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ

રાજપીપલા, તા.25

નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે લગ્નની લાલચે પટાવી ફોસલાવી સગીર કન્યાનું અપહરણ કરતા આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરીયાદી અશોકભાઈ રામાભાઈ વસાવા( રહે.નાના લીમટવાડા નવીનગરી તા.નાદોદ જી.નર્મદા રહે.નાના લીમટવાડા)આરોપી અજયભાઈ રેવલાભાઈ વસાવા(રહે.નાનાલીમટવાડા નવીનગરી તા.નાદોદ જી.નર્મદા) સામે ફરિયાનોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીની સગીરવયની
દિકરીને આ કામનો આરોપી
અજયભાઈ રેવલાભાઈ વસાવાએ પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા