HAPPY FATHER’S DAY….
ડેડી | મનીષ પાઠક ‘શ્વેત’
હાય ડેડી હું કહું,બટ વ્હાય ડેડી?
કેમ છો બાપા કહું,શું થાય ડેડી?
કાલ ટુમોરો મળીને ટૉક કરશું,
આ પ્રમાણે બોલું તો હરખાય ડેડી.
આવતાં જો ઘેર મોડું થાય ત્યારે,
શાંતિથી કારણ મને પૂછાય ડેડી.
ચૂંટલી,ધબ્બો,ઢીકો,ગડદા ને પાટુ,
આનું અંગ્રેજી ના કરતાં ટ્રાય ડેડી.
રોટલો,ઘી-ગોળ,માખણ,છાસ,પાપડ,
કઈ રીતે કાંટા-છરીથી ખાય ડેડી ?