તંત્ર એ શાળાઓ મા કોરોના કેર સેન્ટર શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કેર સેન્ટર મા કોરોના દર્દીઓ કેવા બેરોકટોક બહાર ફરે છે તેનો કિસ્સો સામે આવ્યો છે.

બ્રેકીંગ નર્મદા :-

ગરુડેશ્વર ના એકલવ્ય મોડલ સ્કૂલ ની અંદર કોરોના કેર સેન્ટર ના કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર રખડતા લોકો માં ભય
નર્મદા મા કોરોના ના કેસો વધારતો બેદરકારી ભર્યો કિસ્સો બહાર આવ્યો.


રાજપીપલા:તા 29

,હજી તો તંત્ર એ શાળાઓ મા કોરોના કેર સેન્ટર શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કેર સેન્ટર મા કોરોના દર્દીઓ કેવા બેરોકટોક બહાર ફરે છે તેનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગરુડેશ્વર ના એકલવ્ય મોડલ સ્કૂલ ની અંદર કોરોના કેર સેન્ટર ના કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર રખડતા લોકો માંભારે ફફડાટ ફેલાયો છે

પ્રાપ્ત માહતી અનુસાર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલા ગોરા ગામ પાસે એકલવ્ય મોડલ સ્કૂલ ની અંદર કોરોના કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ને રાખવામાં આવ્યા છે કે જેઓ ની અંદર કોઈ ખાસ વધારે કોઈ વધારે તકલીફો નથી પરંતુ આ દર્દીઓ જે છે એ કોરોના કેર સેન્ટર માંથી બહાર નીકળીને ગોરા ગામમાં પાન પડીકી લેવા માટે આવ્યા હોવાની લોકો નું ગામ લોકોનું કહેવું છે કોરોનાં પોઝીટીવ લોકો બહાર નીકળીને ફરે છે તેવો ના કારણે કોરોના નું સંક્રમણ ખૂબ વધી શકે એવી શક્યતા છે
હાલ નર્મદા મા કોરોના કેસો જે રીતે વધી રહ્યા છે તે માટે આવા કિસ્સાઓ વધારે જવાબદાર છે.
.બીજી તરફ રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં સસ્તો અને 687 જેટલી પ્રાથમિક શાળાઓમાં કોરોના કેર સેન્ટર બનાવવામાં આવનાર છે જેની શરૂઆત પણ થઈ ગઈ છે.ત્યારે કોરોનાં કેર સેન્ટરો માં રહેનારા કે જેઓમાં કોરોનાં પોઝીટીવ ના સામન્ય લક્ષણો છે જેઓ ખુલ્લા આમ ફરશે તો તેને રોકનારા કોણ હશે. અને આવા લોકો ખુલ્લા માં ફરશે પાન બીડી ગલ્લે અથવા તો ચા નાસ્તાની દુકાને તો સંક્રમણ વધુ વધવાની શક્યતાઓ રહેલી છે ત્યારે કોરોનાં કેર સેન્ટરમાં રહેનારા બહાર રખડે નહિ તે માટે પોલીસ અથવા તો બીજી એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોરોનાં કેર સેન્ટરમાંથી કોઈ બહાર ફરવા નીકળી ન પડે..ત્યારે પોલીસ તંત્ર આવા લોકોને બહાર નીકળતા અટકાવે તેની માંગ ઉઠી છે.

તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા