મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો– ૬૬૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે




નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો

રાજપીપલા,તા.12

નર્મદા જિલ્લારમાં તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૨૪ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં–૧૩ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૦૪ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૦૧ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય તિલકવાડા તાલુકામાં બિલકુલ વરસાદ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૪૩૫ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લારમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-૬૬૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે દેડીયાપાડા તાલુકો-૫૩૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૩૮૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૩૧૫ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-૨૬૬ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૬.૨૭ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૩.૮૧ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૦.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૦.૦૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૪.૨૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા