પગને મુલાયમ રાખવા માટે રોજ પગમાંથી ડેડ સ્કિન હટાવવની કોશિશ કરો. સ્નાન કરતા સમયે પગને બરાબર રીતે સ્ક્રબ કરો અને એડીને રગડી લો. પગમાંથી ડેડ સ્કિન હટાવવા માટે નવશેકા પાણીથી સાફ કરો.
– મુલાયમ અને સુંદર પગ માટે રોજ તેની પર મોઇશ્ચરાઇઝ જરૂર લગાવો. રાતે સૂતા પહેલા પગને બરાબર ધોઇ લીધા બાદ ફૂટ ક્રીમ લગાવો અને તેને યોગ્ય રીતે પગ પર મસાજ કરો. તેનાથી તમારા પગ મુલાયમ અને સુંદર રહેશે.
– તમારા પગને સાફ કરવા માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરો તેનાથી પગની સ્તિન ડ્રાય થઇ જાય છે પગને હંમેશા સાફ અને નવશેકા પાણીમાં ડૂબાડીને રાખો. જેથી સ્કિન નરમ રહે.
– પગને મુલાયમ અને સ્વચ્છ રાખવા માટે રોજ તેલથી બરાબર રીતે માલિશ કરો. રાતે સૂતા પહેલા તેલથી માલિશ કરવાથી પગની એડી ફાટતી નથી.