*‘ળ’ ન હોત તો ?*
‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત.
ને સઘળું સળવળતું ન હોત:
‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત ;
‘ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત ,
ને મેળે મેળાવડો ન હોત,
ને વાંસળીથી વ્યાકુળ ન હોત ;
‘ળ’ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત ;
‘ળ’ ન હોત તો આંગળી ઝબોળાઈ ન હોત ;
ને જળ ખળખળ ન હોત.
*”ળ”*….. ગુજરાતી ભાષાના વિશિષ્ટ અક્ષર ના માન માં….👏🏽