ડિજિટલ ટેક્નોલોજી નો ઉપયોગ.
જે તે શાળામાં પોતાનો પ્રોજેક્ટ પોતાની શાળા માથી લિંક શેર કરી ઓન લાઈન કૃતિ રજૂ કરી
જિલ્લા કક્ષાએ કૂલ 42 કૃતિઓ રજૂ થઈ
રાજપીપળા તા 31
નર્મદામાં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન પહેલી વાર કોરોનાને કારણે ઓનલાઈન પ્રદર્શન યોજાયું હતું. જેમાં
ડિજિટલ ટેક્નોલોજી નો ઉપયોગ કરાયો હતો. આ વખતે જે તે શાળામાં પોતાનો પ્રોજેક્ટ પોતાની શાળા માથી લિંક શેર કરી ઓન લાઈન કૃતિ રજૂ કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાએ કૂલ 42 કૃતિઓ રજૂ થઈ હતી. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 19અને પ્રાથમિક વિભાગમાં23કૃતિઓ રજૂ થઈ હતી.
ઓનલાઇન ઉદઘાટન સમારોહમાં ડાયેટ ના પ્રાચાર્ય એમ જી શેખ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ અને ઈઆઈ દારા સીંગ ભાઈ તથાઓન લાઈન સંચાલક તરીકે ડાયેટના રોબિન્સ એમ.ભગત, જિલ્લા વિજ્ઞાન સલાહકાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપળાજોડાયા હતા જેમાં નિર્ણાયક તરીકે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા મહેશભાઈ દલાલ, પ્રા.કમલેશકુમાર સિંધા, પ્રા.દિનેશકુમાર પ્રજાપતિએ સેવા આપી હતી
સામાન્ય રીતે દર વર્ષે નર્મદા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય છે .જેમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો પોતાના વિજ્ઞાન પ્રોજેક્ટ રજૂ કરતા હોય છે. તમામ બીઆરસી સીઆરસી અને જિલ્લા કક્ષાએ ત્યારબાદ આ રાજ્ય કક્ષાએ આકૃતિઓ જતી હોય છે .પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે શાળાઓ બંધ હતી હવે જ્યારે શાળાઓ પણ ખુલી છે ત્યારે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમા કોરોના નું સંક્રમણ ન થાય માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ આ વખતે પહેલી વાર ઓનલાઇન ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે ચોક્કસ જગ્યાએ વિજ્ઞાન મેળો ન યોજતા જે તે શાળામાં પોતાનો પ્રોજેક્ટ પોતાની શાળાએ રજૂ કરી ઓન લાઈન જોડાઈ ઓન લાઈન લિંક શેર કરી હતી.
30 અને 31મી એ જિલ્લા કક્ષાના બે દિવસ ચાલેલા પ્રદર્શન માં રાજપીપલા ડાયેટ ખાતેથી નિર્ણાયકોંએ પણ લિંક ઓપન કરીનેઓનલાઈન રીતે જોડાઈ ને વિડીયો ચેક કરીને નિર્ણય આપ્યો હતો .જયાં નેટ ની સુવિધા નહિ હોય ત્યાંથી વિડીઓ મોકલાવામાં આવ્યો હતો.
આ માટેના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એસ.વી.એસ સરદાર કક્ષાનો ઓનલાઇન પ્રદર્શન એસ.વીએસ નર્મદા કક્ષાનો ઓનલાઇન પ્રદર્શન તેમજ કેન્દ્ર કક્ષાનું ઓનલાઈન પ્રદર્શનયોજાયા હતા
આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કુલ પાંચ વિભાગો નક્કી કરવામાં આવ્યા હતા .જેમા ઇકો ફ્રેન્ડલી સામગ્રી, ત્યાર પછી સ્વાસ્થ્ય , આરોગ્ય અને સ્વચ્છતા, તથા આદાન-પ્રદાન થઈ શકે તેવું સોફ્ટવેર તેમજ ઐતિહાસિક વિકાસ અને ગાણિતિક નમૂનાઓ આ વિભાગોમાંકૂલ 42 ઓનલાઈન કૃતિઓ રજૂ થઈ હતી.
તસવીર : જ્યોતિ જગતાપ,
રાજપીપળા