હવે તમારી ગાડી પર આ સ્ટીકર હોવું ફરજીયાત જો નહીં હોય તો આવી બનશે.રશ્મિન ગાંધી

ભારત BS-6 ઉત્સર્જન માનકો ધરાવતા વિહ્કલો ઉપર હવે ૧ સેમી લંબાઈની ગ્રીન સ્ટ્રીપ- સ્ટીકર લગાવવી પડશે સરકારે એવા વાહનો પર ગ્રીન સ્ટીકરને માન્ય કરી દીધું છે આ આદેશ ૧ ઓક્ટોબર ૨૦૨૦થી લાગુ થશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) તરફથી જાહેર કરાયેલી સુચના મુજબ BS-6 ઉત્સર્જન માનકોનું અનુપાલન કરનારા વાહનોએ હવે ત્રીજા ભાગની રજીસ્ટ્રેશન પ્લેટના ઉપરના ભાગે એક સેમીનો લીલા રંગનો પટ્ટો લગાવવાનો રહેશે મોટર વાહન (હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ) ઓર્ડર, ૨૦૧૮માં સુધારો કરવા સાથે આ હુકમ બહાર પાડવામાં આવ્યો છે HSRP 2018ના નિયમમાં કરાયો ફેરફાર પહેલા સરકારે જણાવ્યું હતું કે ૧ એપ્રિલ, ૨૦૧૯થી બધી મોટર વાહનો પર હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (HSRP) લગાવવામાં આવશે જેમાં છેડછાડ નહીં થઈ શકે આ પછી આવા વાહનોની અલગ ઓળખ થઈ શકે તે માટે કંઈ વ્યવસ્થા હોવી જોઈએ અન્ય દેશોમાં પણ આવું હોય છે જેને થર્ડ નંબર પ્લેટ પણ કહેવાય છે જેને વાહન નિર્માણ કરતી કંપનીઓ દરેક વાહનના વિન્ડ શીલ્ડમાં ફીટ કરે છે. મોટર વાહન (હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) આદેશ, ૨૦૧૮માં ફેરફાર સબંધિત આ હુકમ જારી કરવામાં આવ્યો છે પહેલા સરકાર જણાવ્યું હતું કે એક એપ્રિલ ૨૦૧૯થી તમામ મોટર વ્હિકલ પર ટેમ્પર પ્રૂફ, હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવામાં આવશે HSRP અથવા થર્ડ નંબર પ્લેટને મેન્યુ ફેક્ચરર દ્વારા તમામ નવા વ્હિકલમાં વાહનની વિન્ડશીલ્ડની અંદર લગાવવામાં આવશે વાહનમાં ઉપયોગ થનાર ઈંધણ મુજબ કલર કોડિંગ એચ.એસ.આર.પીના અંતર્ગત એક ક્રોમિયમ આધારિત હોલોગ્રામ, નંબર પ્લેટના ડાબા ભાગે આગળ-પાછળ બંને બાજુ લગાવામાં આવે છે આ ઉપરાંત રજિસ્ટ્રેશન પ્લેટ પર નીચે લેફ્ટ સાઈડમાં રિફ્લેટ્કિંટ શીટિંગમાં ઓછામાં ઓછા ૧૦ અંક સાથે પરમેનન્ટ આઈડેન્ટિફિકેશન નંબરની લેસર બ્રીડિંગ પણ રહેવી અનિવાર્ય છે ત્રીજી નંબરપ્લેટમાં વાહનમાં ઉપયોગ થનાર ઈંધણ મુજબ કલર કોડિંગ પણ થશે કલર કોડિંગથી પ્રદૂષણ ફેલાવનારા વાહનોની ઓળખ થઈ શકશે પેટ્રોલ અથવા સીએનજી વાહનો પર હળવા નીલા રંગનું કોડિંગ હશે જ્યારે ડિઝલ વાહનો પર આ કોડિંગ કેસરી રંગનું હશે.