ત્રણ દિવસ પછી નર્મદામાં વરસાદનું જોર ધીમું પડયું. રાજપીપળામાં વરસાદના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા.

સાગબારા અને દેડીયાપાડા માં વરસાદ થંભી ગયો વરસાદ.
ગરુડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકામાં પણ 8 થી 11 મીમી વરસાદ.
ખેડૂતો ખેતીકામમાં જોતરાયા.
રાજપીપળા, તા. 7
છેલ્લા ચાર દિવસથી સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે. બાદ આ બન્ને તાલુકાના વરસાદે ખમૈયા કર્યા છે. અને વરસાદ થંભી ગયો છે. જ્યારે રાજપીપળામાં ભારે વરસાદનું આગમન થતાં ઠેરઠેર પાણી ભરાયા છે. તિલકવાડા તાલુકામાં 10 મીમી, નાંદોદ તાલુકામાં 6 મીમી ગરુડેશ્વર માં 5 મીમી વરસાદ અને સાગબારા તાલુકામાં 3 મીમી વરસાદ નોંધાયો છે.
અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ કુલ વરસાદ સાગબારા તાલુકામાં અઢી ઇંચ 62 મીમી, દેડીયાપાડા તાલુકામાં દોઢ ઇંચ 37 મીમી વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સાગબારા તાલુકામાં 62 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાં પણ હળવા વરસાદના ઝાપટા પડ્યા હતા. નાંદોદ તાલુકામાં 11 મીમી અને ગરુડેશ્વર તાલુકા માં 8 મીમી અને તિલકવાડા તાલુકો માં 10 મીમી મળી આજે 24 કલાકમાં ની વરસાદ નોંધાયો હતો. જોકે વરસાદ શરૂ થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા