કોરોનાની મહામારી સામે એકબાજુ લોકડાઉન ચાલુ છે ત્યારે સહાયરૂપ થવાના બદલે લોકોને ભ્રમિત કરવાનું કામ અત્યંત નિંદનીય.
હાઇકોર્ટના ચૂકાદા મુજબ આ વિસ્તારમાં વસતા આદિવાસી બંધુઓ માટે સરદાર સરોવર નર્મદા નર્મદા નિગમ દ્વારા જે પેજ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાયું છે.
તે મુજબ તમામ નાણાકીય સહાય તથા અન્ય સવલતો પૂરી પાડવા સરદાર સરોવર નર્મદા નિગમ તત્પર છે.
લોકડાઉનની પરિસ્થિતિમાં જનજીવન જેવું પર્વત થશે ત્યારે ત્વરિત આ લાભ પુરા પાડવામાં આવશે – ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્ત ને તંત્ર હેરાન કરીને તમામ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપોને પાયાવિહોણા છે
રાજપીપળા,તા.1
નામ હાઈકોર્ટના ચુકાદા મુજબ કેવડિયા ખાતે ના આદિવાસીઓના વિકાસ માટે કામગીરી ચાલી રહી છે આદિવાસીઓને સહાયરૂપ થવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તૈયાર કરાયેલા પેકેજ સત્વરે પૂરા પાડવા નિગમ તત્પર સરદાર નર્મદા ડેમના અસરગ્રસ્ત આદિવાસીઓ પર અત્યાચાર બનાવો અંગેનું નિવેદન પાયાવિહોણુ.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી સરદારની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના વિસ્તારમાં વસતા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ સતત મોનીટરીંગ કરીને આદિવાસી બંધુઓને સહેજ પણ નુકસાન ન જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય જ્યારે ખભેખભો મિલાવીને કોરોનાની મહામારી સામે જીતવા માટે જંગ લડી રહ્યું છે. ત્યારે મદદરૂપ થવાને બદલે કોંગ્રેસ રાજનીતિ કરે છે તે અત્યંત નિંદનીય છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં આજે લોકડાઉન ચાલી રહ્યું છે અને નાગરિકોને આવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે, ત્યારે કેવડીયાના આદિવાસીઓને ઉશ્કેરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. તેને રાજ્ય સરકાર સાંખી લેશે નહી. નામ. હાઇકોર્ટ દ્વારા અપાયેલ ચૂકાદા મુજબ જ આ વિસ્તારના આદિવાસીઓ બંધુઓને સહાયરૂપ થવાની કામગીરી ચાલી રહી છે. હાઇકોર્ટના ચૂકાદા મુજબ આ વિસ્તારમાં વસતા આદિવાસી બંધુઓ માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે પેકેજ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાયું છે તે મુજબ તમામ નાણાકીય સહાય તથા અન્ય સવલતો પૂરી પાડવા સરદાર સરોવર નર્મદા નિગમ તત્પર છે. લોકડાઉનની પરિસ્થિતિમાં જન-જીવન જેવું પૂર્વવત થશે ત્યારે ત્વરીત આ લાભો પૂરા પાડવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યું કે, આ રાજ્યની સંવેદનશીલ સરકાર કોઇપણ ગરીબ, મધ્યમ વર્ગના લોકોને તેના લાભો પૂરા પાડવા હંમેશા ચિંતિત છે. આદિવાસી બંધુઓને વન સંપત્તિના અધિકારો પણ ભાજપા સરકારે જ પૂરા પાડ્યા છે તેજ રીતે આદિવાસી બંધુઓના સર્વાંગી વિકાસ માટે પણ રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ એ લોકોને ઉશ્કેરે છે તે વ્યાજબી નથી. આદિવાસી ઉપર સરકારે કોઇ અત્યાચાર કર્યા નથી આ ભાઇઓને તેમની મૂળ જગ્યાએ પણ જરૂર હશે તો પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ રાજ્ય સરકાર ચોક્કસ કરશે.
તેમણે ઉમેર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીnપ્રોજેક્ટના વિકાસ થકી સ્થાનિક કક્ષાએ આદિવાસી બંધુઓને મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડવાનો આશય રાજ્ય સરકારનો છે એટલે ત્યાં જે વિકાસ કામો થઇ રહ્યા છે તે તેમના હિતમાં જ છે.
નર્મદા ડેમના અસરગ્રસ્તોને તંત્ર દ્વારા હેરાન કરીને તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપને પાયાવિહોણા ગણાવી શ્રી જાડેજાએ કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના અસરગ્રસ્તોને કોઇપણ જાતનો અન્યાય ન થાય અને તેમની પર અમાનવીય કૃત્ય ન થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે જ અને રહેશે. એટલે આદિવાસી બંધુઓએ સહેજપણ ગભરાવવાની જરૂર નથી. ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ સત્તામંડળ તેમજ નર્મદા નિગમ દ્વારા પ્રવાસન વિકાસ સંદર્ભે સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરીને અને તેમનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ જ આ પ્રોજેક્ટના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસે આદિવાસી બંધુઓના ખભે બંદૂક ફોડીને રાજનીતિ કરવાનું બંધ કરવું જોઇએ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા