પ્રિય પતિદેવ,
શીતળ પવનસી, છુઇમુઇ સી હતી હું…પરણીને તમને ‘Cyclone’ સાથે સરખાણી..😂
ચાર દીવાલને બનાવ્યુ ઘર તોય આજ વાવાઝોડું કહેવાણી..😂
શિયાળામાં વસાણા ખવડાવું..કે વર્ષ તમારું સ્વસ્થ રહે..
ઉનાળામાં અથાણાં બનાવું કે વર્ષ તમારું મસ્ત રહે.
ચોમાસામાં ભજીયાની હાજર કરી દઉં પ્લેટ..
અજમો પણ પધરાવું એમાં જેથી દુઃખે નહીં તમારું પેટ.
ઉઠી સવારમાં નાસ્તો ધરુંને..ચા તો table પર ready જ હોય.
તોય મિત્રોની મહેફિલમાં..joke a part તો પત્નીજ હોય.
Lunch માં નિતનવા પકવાન બને ને..
બાળકો તો માઁની જ જવાબદારી..
Dinnerની તૈયારી સાંજથીજ કરે તોય હોટેલની બિરિયાની સારી.😂
Hitler કહી ક્યારેક તો ક્યારેક ‘વાયુ’ કહી ઓળખાણી..
ટૂંક માં કહીએ તો..પત્નીમાં હવે ખામીજ ખામી દેખાણી..
એના વગરની દુનિયાનો ક્યારેક કર્યો છે તમે વિચાર?
એક એજ નહીં હોય ત્યારે Problem હશે હજાર..😂
વાયુ ને વાવાઝોડા તો આવશે ને જાશે..
કહે અર્ચના એની રચના દ્વારા એટલું કે..
બસ તમારી પત્નીજ તમારો જીવનભર સાથ નિભાવશે..
😇😎🤷🏻♀️