નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકને અધ્યક્ષ સ્થાને થી સંબોધતા તિલકવાડા તાલુકાના દેવલીયા ખાતે આવેલ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારનું રાજીનામુ આપવાના કારણે બંધ થયેલ દુકાન માટે ફરીથી જાહેરનામુ પાડી પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ તેમાં કુલ 6 અરજી આવેલ તે બાબતે સરકારની જોગવાઇઓ ધ્યાને લઇ મામલદાર તિલકવાડા દ્વારા રજુ થયેલ દરખાસ્તને મંજુર કરવા આગળની કાર્યવાહી કરવા સભ્યો સાથે ચર્ચા- વિચારણા કરાઇ હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રીશ શબ્દશરણભાઇ તડવી, દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા તરફથી રજુ થયેલા પ્રશ્નોનું પણ ત્વરિત નિકાલ કરવાની સુચના અપાઇ હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા