વિશ્વભર માં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ થી ફેલાયેલી મહામારી થી રક્ષણ પામવાના હેતુને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ભારત માં છેલ્લા 67 દિવસ દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કરવા માં આવ્યુ.
લોકડાઉન ની ગંભીર અસરના પરિણામે અસર પામેલ શ્રમિકો , વંચિતો , જરૂરિયાતમંદો ની વાહરે વિશ્વની સ્રર્વ પ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી વૈષ્ણવ સંપ્રદાય ની સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (vyo ) દ્વારા શ્રી વલ્લભકુળ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની પ્રેરણાથી સમગ્ર ભારત તથા વિશ્વ્ ના વીભીન્ન દેશોમાં “સેવા -સંકલ્પ ” અભિયાન આરંભાયો.
આ અભિયાન અંતગર્ત જરૂરિયાતમંદો ને જીવન-જરૂરી અનાજ તેમજ જીવન જરૂરી વસ્તુઓની કીટ નું ખુબ મોટા પ્રમાણ માં વિતરણ કરવામાં આવ્યું.
આ સાથે જ કોરોના વોરિયર્સ ને માસ્ક -હેન્ડ સેનીટાઈઝર – હેર કેપ – ઇમ્યુનીટી બુસ્ટીંગ કીટ જેવા સાધનોની સજ્જ સેફટી કીટ હજારો ની સંખ્યામાં પ્રદાન કરવામાં આવી.
મુખ્યમંત્રી શ્રી રાહતનીધિ ફંડ માં VYO વિશ્વ્ પરિવારે રૂ.25 લાખ તેમજ P .M . Care માં રૂ. 51 લાખનું યોગદાન કોરોના સામે લડવા સમર્પિત કરવા માં આવ્યું.
આ તમામ સેવાકીય પ્રયાસોને આવકારી ને UK સ્થીત WORLD RECORD STAR 2020 દ્વારા ઓનલાઇન એવોર્ડ VYO ને સમર્પિત કરવામાં આવ્યો હતો.