*ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ દ્વારા અખબાર ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ. રક્તદાન જેવું બીજુ કોઈ દાન નથી ઃ મેયર રીટાબેન પટેલ.

હાલ કોરોનાની માહામારી વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્લડ બેંકોમાં રક્તદાનનું પ્રમાણ ખુબ ઓછુ થયેલ છે. આવા સંજાગોમાં હાલ ગાંધીનગર સિવીલ હોÂસ્પટલમાં રક્તની જરૂરીયાત ઉભી થયેલ છે. તેવા સંજાગોમાં ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ દ્વારા આયોજીત અને બ્લડ બેંક, જી.એમ.ઈ.આર.એસ, મેડીકલ કોલોજ ગાંધીનગર અને સનસેટ મેડીકલ રીલીફ ફાઉન્ડેશન (વૃધ્ધાશ્રમમાં મફત તબીબી સેવાઓ આપતી સંસ્થા)ના સંયુક્ત ઉપક્રમે અખબાર ભવન, સેક્ટર-૧૧ ખાતે રક્તદાન કેમ્પ – ૨૦૨૦ યોજાયો હતો.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રીમતી રીટેબેન પટેલ તેમજ વિપક્ષનાનેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, મ્યુનીસિપલ કાઉન્સિલર ચિમનભાઈ વિંઝુડા, ભાજપ અગ્રણી કેતનભાઈ પટેલે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી હતી. મેયરે જણાવ્યું હતું કે અન્નદાન અને રક્તદાન જેવા બીજા કોઈ દાન નથી. તેઓએ ડોક્ટરની ટીમ અને કેમ્પના આયોજકોની કામગીરીની ખુબ પ્રસંશા કરી હતી.

રક્તદાન કેમ્પમાં કુલ ૨૫ જેટલા લોકોએ રક્તદાન કરેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબના પ્રમુખ અનિરુધ્ધસિંહ ઝાલા તેમજ કિસાનરાજ દૈનિકના મેનેજીંગ તંત્રી ઈલેવાનભાઈ ઠાકરે પણ રક્તદાન કરી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં રાજભવન ડીસ્પેન્સરીના સીએમઓ ડો. શશાંક સિમ્પી, માણસા સિવીલ હોસ્પિટલના એસ.એમ.ઓ. ડો. જીતેષ બારોટ, રીટાયર્ટ મેડીકલ ઓફિસર ડો. જે.જે. પરમાર, કૃષ્ણવીરસિંહ ઝાલા (ગવર્નમેન્ટ આર્ટસ કોલોજ), ડો. કેશા પંચાલ (પેથોલોજીસ્ટ, જી.એમ.ઈ.આર.એસ. સિવીલ હોસ્પિટલ, ગાંધીનગર), લેબ ટેકનીસીયન માં દિશાબેન રાવલ, ધારા પંચાલ, સેજલ પટેલ (સ્ટાફ નર્સ), અપુર પટેલ (કાઉન્સીલર) વગેરેએ ઉપસ્થિત રહીને સેવાઓ પુરી પડી હતી.

દરેક દાતાઓને ચિમનભાઈ વિંઝુડા દ્વારા માસ્ક અને અને સેનેટાઈઝની એક એક બોટલ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ અને સનસેટ મેડીકલ રીલીફ ફાઉન્ડેશન તરફથી વોટર બોટલ અને ફાઈલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.