આપણે કેવળ ઘોંઘાટ કે ભીડ છીએ, અંદરોઅંદર લડતા નોકરો વાળું ઘર છીએ, જેનો માલિક કાં તો ઘેરી નિદ્રામાં છે અથવા ગેરહાજર છે.” – ઓશો.

અમેરિકા અને બ્રિટને સાથે મળીને 2003માં ઇરાક પર હુમલો કર્યો હતો. ઇરાકની હેસિયત ન હતી કે તે અમેરિકા અને ઇંગ્લેન્ડ સામે ટકી શકે. ઇરાક અને સદ્દામ હુસેનની હાર થઈ. અમેરિકાની સેના બગદાદમાં પ્રવેશી અને બગદાદના ફિરદોસ ચોક પાસે પહોંચી. ફિરદોસ ચોકમાં સદ્દામ હુસેનની વિશાળ પ્રતિમા હતી.
અમેરિકાની સેનાએ આ વિશાળ પ્રતિમાને તોડીને પાડી દીધી. સદ્દામ હુસેનની પ્રતિમાને તોડવાની ઘટનાના દ્રશ્યને ઇરાક અને સદ્દામની હાર તરીકે બીબીસી, સીએનએન, ફોક્સ ન્યૂઝ સહિત વિશ્વની અનેક ચેનલો સહિત દુનિયાભરની ચેનલો પણ વારંવાર પ્રસારિત કરી રહી હતી.
પ્રતિમા પાસે કેટલાક ઇરાકીઓ નાચતા તેમજ પ્રતિમાને ચંપલનો હાર પહેરાવતા દર્શાવી ઇરાકની સમગ્ર પ્રજા મૂર્તિ સમક્ષ નૃત્ય કરતી હોય એવો ભાસ ઉત્પન્ન કરવામાં આવ્યો. જે વીસ જણા નાચતા હતા, તેમને ઇરાકમાંથી ભગાડવામાં આવ્યા હતા, જેમને લાવીને અમેરિકન સૈન્ય રીતસર અભિનય કરાવતું હતું. આ દ્રશ્ય દ્વારા વારંવાર સાબિત કરવામાં આવતું હતું કે અમેરિકન સૈન્યએ ઇરાકને મુક્ત કરાવ્યું…. આટલી મોટી ચેનલ પણ ઝપટમાં આવી શકે તો આપણે તો…..જરા સંભાલો.
આ કામ આજકાલ સોશિયલ મિડીયામાં થઈ રહ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન જેવા લુખ્ખા દેશની સીધી લડાઇની હિમ્મત નથી એ ભારતમાં કોઈ પણ સમાજ કે ધર્મ ઉશ્કેરાઈ જાય એવા ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે. સોશિયલ મિડીયામાં આવતી દરેક વાત સાચી છે એવું માનવાવાળો ઘણો મોટો વર્ગ છે…
સંભાળજો, આ સમય આપણા રાષ્ટ્ર માટે નાજૂક છે, પાકિસ્તાન પાસે તો ભવિષ્ય નથી પણ આપણા જેવા દેશમાં ખોટા સમાચારો દ્રારા નુકશાન ન કરી જાય. કોઈ વાત વારંવાર લખવામાં આવે તો કમસેકમ અપની અકલ લગાઓ, થોડા સાચા રેફરન્સ શોધવા પ્રયત્ન કરો. દીવા પ્રગટાવવાથી કે થાળી વગાડવાના સમયને જ્યોતિષ સાથે જોડીને લાખોની સંખ્યામાં ફેક મેસેજ ફેલાયો હતો, મોદી સાહેબે પણ આ વાત સ્વપ્નમાં વિચારી નહીં હોય…ઇવન અમિતાભ બચ્ચન પણ સાચું માનવા લાગે, એનો અર્થ કે ફેક મેસેજનો વ્યાપ આપણા ધારવા કરતાં વિશાળ છે….બસ સંભલકે રહો, અપની પૂરેપૂરી અક્કલ લગાવો. સરકારની સૂચનાઓનું પાલન કરવું….

“આપણે કેવળ ઘોંઘાટ કે ભીડ છીએ, અંદરોઅંદર લડતા નોકરો વાળું ઘર છીએ, જેનો માલિક કાં તો ઘેરી નિદ્રામાં છે અથવા ગેરહાજર છે.”
….ઓશો

Deval Shastri🌹