ઝુલ્ફ છે ઘનઘોર ઘટા.- બીના પટેલ.

નારીની કલ્પના જયારે કરીયે ત્યારે અચૂક તેના લાંબા અને સુંદર કેશ ઉપર પહેલી નજર
પડી જ જાય ….🌷
કવિની આંખોમાં સમાયેલી સ્ત્રીની વ્યાખ્યા તેના લહેરાતા ઝુલ્ફો વગર ક્યાં પુરી થાય છે …?
પણ …..
જયારે સ્ત્રી પાસે આવા કેશની સંપદા ઘટવા લાગે …તેના કેશને ગ્રહણ લાગી જાય ત્યારે …!!!દરેક સ્ત્રી ખુબ ચિંતામાં ડૂબી જાય છે અને લોકો પાસે થી સાંભળેલા નિતનવા નુસ્ખાઓ કરવા લાગે છે અને વાળને વધુ નુકસાન કરી બેસે છે …પણ
ગભરાવાની જરાયે જરૂર નથી ,આપણી પુરાતન આયુર્વેદિક ઔષધિઓ આપણી મદદે આવે છે .કેટલાક ફળો ,બીજ અને તેલનો યોગ્ય ઉપયોગ કરવાથી ડેમેજ થયેલા કે ખરતા વાળને આપણે ફરીથી નવજીવન આપી શકીયે છીએ …ધીરજ અને વિશ્વાસ થી જો આ ટિપ્સનો ઉપયોગ કરવામાં આવે તો આપણને અચૂક સારું પરિણામ મળશે …
વાળની કાળજી લેવાનું એક રૂટિન બનાવવું અને 3મહિના સુધી એને અચૂક અનુસરવું …
1…..વીકમાં 2વાર વાળ ધોવા જોઈએ
2….વાળ ધોતા પહેલા સુકવેલા આંબળાની પેસ્ટ કરીને માથામાં લેપ કરવો ,આમ કરવાથી વાળ કાળા અને ખરતા બંધ થશે .
3…કેળાના પલ્પમાં દહીં નાખી વાળમાં લગાવવાથી તે રેશમી અને ચમકદાર બને છે .
4…..ડુંગળીના રસમાં નારિયેળનું તેલ નાખી વાળમાં લગાવી ,ગરમ ટોવેલ માથામાં બાંધવાથી માથાની કોશિકાઓ માં રક્તનું પરિભ્રમણ વધે છે જેથી વાળ જલ્દી વધે છે .
5….વાળ ધોવા અરીઠા અને શિકાકાઈનો પાવડર આગળની રાત્રે પલાળી દેવા અને બીજે દિવસે એને ગાળીને માથું ધોવું જેથી ખોડો પણ થતા અટકે છે .
6…..માથું ધોવા ગરમ પાણી ન લેતા નોર્મલ હુંફાળું પાણી લેવું અને વાળને ક્યારેય ઝાટકીને ન સૂકવવા .
7….જો તમે વાળમાં કોઈ હેરકલર અથવા હાઈલાઈટનો ઉપયોગ કરો છે તો વાળ ધોતા પહેલા દહીંમાં થોડુંક નારિયેળનું તેલ અને ઓલિવ ઓઇલ કે વિટામિન -E ની 2કેપ્સુલ તોડીને નાખવી …પછી બધું બરોબર મિક્સ કરી વાળમાં નાખી 1કલાક પછી જ વાળ ધોવા .
8….મહેંદીમાં થોડોક કોફી પાવડર નાખી મહિનામાં એકવાર વાળમાં લગાવવાથી વાળમાં સુંદર કલર આવે છે .
9….સુતા વખતે વાળને ક્યારેય ખુલ્લા ના રાખવા ,આમ કરવાથી વાળ બહુ ઘસાય છે અને તૂટી જાય છે …તેથી સુતા વખતે ચોટલો વાળી લેવો અથવા પોની ઓળી લેવી .
10….આ બધી તો થઇ વાળને બહારથી મજબૂત કરવાના ઉપાયો ….પણ અંદરથી પણ મજબૂત કરવા પ્રોટીનવાળો આહાર લેવો ખુબ જરૂરી છે …જે આપણને દૂધ , ટોપરું ,અલગ અલગ દાળ ,સોયાબીન અને ઇંડા માંથી મળે છે .
અને સૌથી અગત્યની વાત ….
પૂરતી ઊંઘ ખુબ જરૂરી છે અને સ્ટ્રેસ વાળનો દુશ્મન છે એ યાદ રાખો ….
કેમિકલનો વધુ પડતો ઉપયોગ વાળને ખુબ નુકસાન કરે છે માટે એનો ઉપયોગ કરતી વખતે વિવેકભાન રાખવું જરૂરી છે …
વાળ સ્ત્રીનું કુદરતે આપેલું અનમોલ ઘરેણું છે એને સાચવીયે અને એની શોભામાં વધારો કરીયે
-બીના પટેલ 🌷