રાજ્યના રાજકારણ માટે આજનો દિવસ હોટ રહ્યો.

રાજ્યના રાજકારણ માટે આજનો દિવસ હોટ રહ્યો હતો. એક તરફ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે. બીજી તરફ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકરોએ ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને તમામ કમિટીઓ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાને રાજીનામા આપી દીધા હતા.

રાજ્યના રાજકારણ માટે આજનો દિવસ હોટ રહ્યો હતો. એક તરફ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે. બીજી તરફ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકરોએ ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને તમામ કમીટીઓ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાને રાજીનામા આપી દીધા હતા.
આ અંગે બાપુએ કહ્યું હતું કે, હાઈકમાન્ડ સુધી આ વાત પહોંચાડવામાં આવશે. જો નહીં માને તો આગામી સમયમાં નવો મોરચો અસ્તિત્વમાં લાવવાના પણ સંકેત આપ્યા હતા.