https://youtu.be/ZIZGf-PYxdo
*લેખક: જગત કીનખાબવાલા*
*સ્પેરો મેન*
*Save the Sparrows*
*Ahmedabad*
9825051214
*ત્રાહિમામ ગરમી માં ચકલીના શરીરની ઠંડક*
*ચકલીઓની* આગવી દુનિયા છે. તે આજે નામશેષ થઈ રહી છે.
તે માટેના ઘણાં કારણ છે. મુળ ભૂત રીતે માણસ ભૌતિક સુખની ભાગદોડમાં પર્યાવરણને ભૂલી ગયો છે.
ભૌતિક વિકાસ માટે તેણે વનરાજી, ઝાડવા અને જંગલ નું મોટા પાયે નીકંદન કાઢી નાખ્યું છે.
ચકલીની મૂળભૂત એક જીનેટિક ખામી છે.
બીજા પક્ષીની જેમ તેને માળો ગુંથતા નથી આવડતું. તે કારણે તે ઝડપથી નામશેષ થઈ રહી છે. બીજા પક્ષીઓની પણ હાલત ખરાબ છે સિવાય કે કબૂતર.
કુદરતમાં જીવતા દરેક જીવને જીવન જીવવાનો અધિકાર છે અને તેને જે કાંઈ કૂદરતિ જરૂરિયાત છે તેમાં હાલ ઘણી મોટા પાયે વેર વિખેર થઇ ગયેલ છે. આપણે ચાર દિવાલ વચ્ચે કેદ થઈ ગયા છીએ અને બહાર કુદરતમાં શું થઈ રહ્યું છે તેના સભાનતા ગુમાવી દીધી છે.
અહીં આપણે તેવી જરૂરીયાત અને તેનાથી થતી તકલીફ સમજવાનો પ્રયાસ કરીએ.
*ચકલી ના શરીરની અંદરની ગરમી કાઢવાની રીત*
માનસજાતને પસીનો બહાર કાઢવા માટે ચામડી ઉપર પસીનો બહાર નીકળે માટે છિદ્રો હોય છે.
*આવા પસીનો બહાર કાઢવાના છિદ્રો પક્ષીઓના શરીર ઉપર નથી હોતા.*
તો વિચાર કરો કે તે ગરમી કેવી રીતે બહાર કાઢે.
તમે ઘણી વખત તેને *પાણીમાં છબછબઇયા* કરતાં જોઈ હશે!
તેમ કરવાથી તેનું શરીર ઠંડુ પડે છે અને સાફ થાય છે.
પણ આજના સમયમાં તેમના માટે પાણી ક્યાં છે? બહુ ઓછા લોકો તેના માટે પાણી મૂકે છે.
એક તૂટેલા વાસણમાં મુકશો તો પણ ચાલસે!
*હવે તમને અચંબો થાય તેવી બીજી રીત!*
તમે ગરમીના દિવસોમાં તેને એકાંતમાં બેશી તેની *ચાંચ ખોલ બંધ* કરતી જોઈ હશે!
આ રીતે તે તેના શરીરની અંદરની ગરમ હવા બહાર ફેંકે છે અને બહારની ઓછી ગરમ અને ફ્રેશ હવા શ્વાશમાં લે છે. આ પ્રક્રિયા થી તેની અંદરની ગરમી ઓછી થાય છે.
હવે આપણે તેની ત્રીજી રીત જોઈએ.
*માટી સ્નાન/ sand bath*
ચકલીઓ ગરમીની ઋતુમાં જ્યારે પાણીની તંગી હોય છે ત્યારે પોતાના શરીરને વારંવાર ઝાપટે છે. ચકલીઓ પોતાનું માથું જમીનની અંદર નાખી ને તેનાં ગળા સુધી માટીમાં ડૂબાડી દે છે.
*sand બાથ(માટી સ્નાન)* પક્ષીઓ માટે સાફ સુથરા થવાની પ્રક્રિયા છે અને તેનાથી પીંછાઓની જાળવણી પણ થાય છે. માટી જે પાંખો પર સ્પર્શે છે તે વધારાનું દ્રવ્ય શોષી લે છે , તેથી પાંખો ચીકણી થઈ શકશે નહીં. દ્રવ્ય લિપ્ત પાંખો ખંખેરીને તેને ઉડાન માટે તૈયાર કરવામાં આવે છે. નિયમિત રીતે ડસ્ટીઇંગ કરવાથી બીજા નાના જંતુઓથી મુક્તિ મળે છે.
કોઈ પણ ચકલીને લુપ્ત થવા દેવી ન જોઈએ. આપણે સૌએ ચકલીઓની સંખ્યા વધારવા સતત પ્રયાસ કરવા જોઈએ નહીં તો બીજી પ્રજાતિઓની જેમ આપણે ચકલીઓને પણ ગુમાવી દઈશું !
હુઁ નિયમિત રીતે સ્કૂલકૉલેજ અને ઓફીસીઝમાં ઓડિયોવિઝ્યુઅલનાં માધ્યમથી લોકોને આ ચળવળ માટે જાગૃત કરૂ છું
*મારા લખેલા પુસ્તક:*
*”સેવ થ સ્ પુસ્તકની ત્રીજી આવૃત્તિનું હાલમાં અનાવરણ કરવામાં આવ્યું છે*.
*મારૂ કામ ISRN – “સંસ્કૃતિ મંત્રાલય” ભારત સરકાર દ્વારા 36 રાજ્યની 36 ભાષાઓમા અનુવાદ કરેલું છે અને સમગ્ર દેશમા તેનું પરિભ્રમણ કર્યું છે*.
લોકો જાગૃત બને અને જ્ઞાન મેળવે તે માટે હુઁ “સેવ ધી સ્પેરોસ” નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી રહ્યો છું .