• લોકડાઉનમાં ઘરે બેઠા બાળકો બની રહ્યા છે ક્રિએટિવ

દીકરી પલાશે ઘરમાં પડેલી વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી ક્રિએટીવ આર્ટ બનાવી માતા કીર્તિ શાહને ગિફ્ટ આપી.

• માતાએ કહ્યું આ સિચ્યુએશનમાં મારા માટે આ સૌથી મોટી ગિફ્ટ છે

• લોકડાઉનમાં ઘરે બેઠા બાળકો બની રહ્યા છે ક્રિએટિવ
• માતાએ કહ્યું આ સિચ્યુએશનમાં મારા માટે આ સૌથી મોટી ગિફ્ટ છે

અમદાવાદ: પલાશ પાસે ક્રિએટીવિટીનો ભંડાર છે પરંતુ આ ક્રિએટિવિટી યોગ્ય પ્લેટફોર્મ પર ના આવતી હોવાથી તેની સુષુપ્ત શક્તિ વિશે પણ આપણે જાણી શકતા નથી ત્યારે છેલ્લા માર્ચ મહિનાથી ચાલી રહેલા લોકડાઉનમાં ઘરે બેઠા લોકો ક્રિએટિવ વર્ક કરતા થયા છે.
પલાશ શાહે પણ પોતાનામાં રહેલી પેઇન્ટિંગ આર્ટની અનોખી ક્રિએટીવિટીનો ઉપયોગ કરીને તેના માતા કીર્તિ શાહને બે પ્રકારની આર્ટની ગિફ્ટ આપી હતી.
ઘરમાં રહેલી વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને હેન્ડમેડ ક્રિએટિવ કાર્ડ બનાવ્યા હતા જેમાં તેને માતા વિશેની કેટલીક રસપ્રદ વાતોનું લખાણ લખી બર્થ ડે વિશ કર્યો હતો. આ ઉપરાંત જાપનીઝ ડોલ, વરલી આર્ટ જેવી જાણીતી આર્ટનો ઉપયોગ કરી સ્ટોન પર તેની ક્રિએટિવિટી ઉતારી હતી. ઘરમાં પડેલા પથ્થરોનો ઉપયોગ આ રીતે કરવો એ આજની નવી પેઢી ના સ્માર્ટ વર્કનું મોટું ઉદાહરણ છે. તે વાત માતા કીર્તિ શાહ અને તેના પિતા અનુજભાઇ શાહે પણ સ્વિકારી હતી.
ખાસ કરીને બાળકો લોકડાઉન માં ઘરમાં પૂરાઇ ગયા છે પરંતુ તેમના માઈન્ડને તેમને બંધ નથી કર્યું તેઓ આ સમયે પણ આ સિચ્યુએશનમાં પણ એક નવું કાર્ય કરી શકે છે આ એક આત્મનિર્ભર બનવા માટેનું બહું મોટુ ઉદાહરણ નહીં પરંતુ એ દિશા તરફ જવાનો રસ્તો જરૂર છે.
પલાશના માતા કીર્તિ શાહે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન જેવા સમયમાં બહાર કંઈ પણ મળતું નથી ત્યારે આ ગિફ્ટે મને સૌથી મોટી ખુશી આપી છે. જેમાં મારી દીકરીએ મારા પ્રત્યેની ફીલિંગ્સ ને બહુ સારી રીતે એક કાર્ડમાં ઉતારી છે. પહેલા એવું લાગતું હતું કે આ પરિસ્થિતિમાં જન્મ દિવસ ખાસ ખુશી લઈને નહિ આવે પરંતુ બાળકો આ રીતે આપણને ઈમ્પ્રેસ કરે છે જે જોતા મન પ્રફુલ્લિત થઇ જાય છે. આ સાથે એ સંદેશ પણ આપે છે કે ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ અને ક્રિએટિવ બનીએ.